ઉતર પ્રદેશના કન્નોજમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યા આસપાસ બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઇ હતી. છિબરામઉમાં જી.ટી.રોડ પર થયેલા આ અકસ્માતમાં બસ અને ટ્રકમાં આગ લાગી હતી. બસમાં 45 લોકો સવાર હતા. જેમાંથી 25 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. 23 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 10 મૃતદેહો મળ્યા છે. જે સમગ્ર રીતે સળગી ગયેલા છે. ડીએનએ ટેસ્ટ બાદ મૃતકોનો સાચો આંકડો મળી શકશે.

 

આઇજી (રેંજ) મોહિત અગ્રવાલના જણાવ્યા મુજબ શુક્રવારની રાત્રે કહ્યું હચું કે. ડીએનએના ટેસ્ટના આધારે મૃતકોની ઓળખ કરવામાં આવશે. ત્યાં જ પ્રત્યક્ષદર્શીઓ અનુસાર જોરદાર ટક્કરથી બસમાં ભાગદોડ મચી ગઇ હતી. આગળ બેસેલા લોકો પાછળની તરફ ભાગ્યા અને ઇજાગ્રસ્ત થઇ ગયા. બસમાં કોઇ આપાતકાળ બારી અથવા ગેટ ન હતો. બારીઓમાં ફાઇબર ગ્લાસ લાગેલા હતા. આગની લપેટમાં કેટલાક લોકો નિકળી શક્યા અને કેટલાક રાખ થઇ ગયા. આ અકસ્માત નજરે જોનારાઓના મતે 10થી 15 લોકો બસમાંથી કૂદીને બહાર નિકળ્યા હતાં. કાનુપર રેન્જનાં આઇજી મોહિત અગ્રવાલે જણાવ્યુ કે, 13 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર સ્લીપર બસ ફર્રુખાબાદથી જયપુર જઇ રહી હતી. ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત સર્જાયો હતો. સ્લીપર કોચની બસ છિબરામઉ થઈને ફર્રુખાબાદથી જયપુર જઈ રહી હતી. તે જ સમયે ટ્રક કન્નોજના બેવરથી કાનપુર તરફ જઇ રહી હતી.

 

ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટ કરી ઘટના અંગે દુખ વ્યક્ત કરી મૃતકોના પરિવાજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

Find out more: