ગૃહમંત્રી અમિત શાહે આજે લખનૌમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના સમર્થનમાં હુંકાર કર્યો હતો. લખનૌમાં એક જનસભાને સંબોધિત કરતા શાહે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, તૃણમુલ કોંગ્રેસને નાગરિકતા કાયદાને લઈને દેશમાં થઈ રહેલી હિંસા માટે જવાબદાર ઠેરવ્યા છે.

અમિત શાહે સ્પષ્ટ કહ્યું હતું કે, હું ડંકે કી ચોટ પર કહું છું કે, CAA મામલે એક ઈંચ પણ પાછીપાની નહીં કરવામાં આવે. કોઈ પણ ભોગે તેને અમલી બનાવવામાં આવશે જ. 

ગૃહમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, તોફાનો કરાવવામાં આવી રહ્યાં છે, આગચંપી ફેલાવવામાં આવી રહી છે. તેવી જ રીતે આ ધરણા પ્રદર્શનો, વિરોધ, ભ્રમ સપા, બસપા, કોંગ્રેસ અને ટીમસી જ ફેલાવી રહ્યાં છે. પરંતુ સીએએથી કોઈ પણ વ્યક્તિની નાગરિકતા છીનવાવાની નથી. આ બિલમાં તો નાગરિકતા આપવાની જોગવાઈ છે. સીએએની કોઈ પણ કલમ, મુસલમાન તો છોડો કોઈ જ અલ્પસંખ્યકની તો શું કોઈ પણ વ્યક્તિની નાગરિકતા છીનવાઈ હોય તો મને દેખાડો.


શાહે વિરોધ પર પર સવાલ કરતા કહ્યું હતું કે, જ્યારે કાશ્મીરમાંથી લાખો કાશ્મીરી પંડિતોને ભગાડી મુકવામાં આવ્યા ત્યારે આ લોકોનો માનવાધિકાર ક્યાં ગયો હતો? તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, જેને પણ આ કાયદાનો જેટલો વિરોધ કરવો હોય તેટલો કરી લે, પરંતુ CAA પાછુ ખેંચવામાં નહીં જ આવે. 

Find out more: