એનઆરસી અને એનપીઆરની કવાયત પછી કેન્દ્ર સરકાર નેશનલ સ્ટેટિસ્ટિકલ બિઝનેસ રજિસ્ટર તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. સરકારની કવાયતના જાણકાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, સાતમા ઇકોનોમિક સેન્સસનાં પરિણામોના આધારે દેશના તમામ બિઝનેસ એન્ટરપ્રાઇઝની માહિતી એકઠી કરાશે. રજિસ્ટરમાં ગૂડ્સ અને સર્વિસિઝના પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યૂશન સાથે સંકળાયેલી કંપનીઓને સામેલ કરાશે. નેશનલ બિઝનેસ રજિસ્ટરને પણ જિલ્લાના આધારે વર્ગીકૃત કરાશે.

વર્ષ ૨૦૧૭માં દેશભરમાં એક ટેક્સ સિસ્ટમ ગુડ્સ એન્ડ સર્વિસીઝ એટલે કે જીએસટી લાગુ થયો હતો. હવે મોદી સરકાર વન નેશન, વન રોડ ટેક્સ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. એ માટે રાજ્ય સરકારોનો સાથ લેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. મીડિયાના હેવાલ મુજબ કેન્દ્ર સરકારની સાથે થયેલી એક મિટિંગમાં કેટલાંક રાજ્યોએ ખાનગી વાહનો માટે આ યુનિફોર્મ રોડ ટેક્સની દરખાસ્ત લાગુ કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે કેટલાંક રાજ્યોએ પ્રસ્તાવ પર વિચાર કરવા માટે કહ્યું છે. એ રાજ્યોનું કહેવું છે કે, વન નેશન વન રોડ ટેક્સનો અમલ કરવાથી તેમની કરઆવક ઉપર અસર પડશે.  વાસ્તવમાં રોડ ટેક્સ કોઇ પણ નવી ગાડીનું રજિસ્ટ્રેશન કરાવતા સમયે આપવો પડે છે. જીએસટી સાથે લાગતાં આ ટેક્સને કારણે વાહનની કિંમત વધી જાય છે.

દેશના સંખ્યાબંધ રાજ્યોએ પોતાનું બિઝનેસ રજિસ્ટર તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. રાજસ્થાને રાજ્યમાં આવેલી તમામ કંપનીઓ માટે યુનિક બિઝનેસ રજિસ્ટ્રેશન નંબર ધરાવતું રજિસ્ટર તૈયાર કર્યુ છે. અન્ય ઘણા રાજ્યો પણ નેશનલ બિઝનેશ રજિસ્ટર તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છે.

Find out more: