મોદી સરકાર સામે કેરલ, પંજાબ અને રાજસ્થાન બાદ હવે પશ્ચિમ બંગાળ સરકારે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કર્યો છે. આ દરમિયાન મમતા બેનર્જીએ CAAની વિરુદ્ધ પ્રસ્તાવ પર વિધાનસભામાં પોતાના સંબોધનમાં કહ્યું કે, “તુચ્છ મતભેદોને દૂર રાખવા અને દેશને બચાવવા માટે એક થવાનો સમય આવી ગયો છે. સીએએ જનવિરોધી છે. આ કાયદાને તરત જ દૂર કરી દેવો જોઇએ.”

મમતા બેનર્જીએ કહ્યું કે, “દિલ્હીમાં એનપીઆર બેઠકમાં સામેલ ના થવાની બંગાળ પાસે તાકાત છે. જો ભાજપ ઇચ્છે તો મારી સરકારને બર્ખાસ્ત કરી શકે છે.” આ પહેલા કોલકાતાનાં નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં પાર્ટીનાં કાર્યક્રમમાં મમતાએ કહ્યું કે, “સીએએ-એનપીઆર-એનઆરસીનો વિરોધ કરનારા રાજ્યોને કેન્દ્ર દ્વારા બોલાવવામાં આવેલી એનપીઆર બેઠકમાં ભાગ નહોતો લેવો જોઇતો.”

તેમણે કહ્યું કે, “ટીએમસી આનો સખત વિરોધ કરી રહી છે. અમે રાષ્ટ્રપતિ પાસે એક પ્રતિનિધિમંડળ પણ મોકલ્યું હતુ, જેમાં 8 પાર્ટીઓએ અમારો સાથ આપ્યો હતો. જો કે હજુ પણ વિરોધ કરનારી અનેક પાર્ટીઓ અમારી સાથે છે.” મમતા બેનર્જીએ કહ્યું કે, “સીએએ સંવિધાનની ભાવનાનાં વિરોધમાં છે. લોકશાહીની ભાવનાની વિરુદ્ધ છે. આ સંપૂર્ણ રીતે લોકોનો નિર્ણય છે. સીપીએમ અને કૉંગ્રેસે પણ આ લડાઈમાં સાથે આવવું જોઇએ.”

તેમણે વધુમાં કહ્યુ હતુ કે, “અમે સૌથી પહેલા અવાજ ઉઠાવ્યો. ગત વર્ષે સપ્ટેમ્બરમાં બંગાળ વિધાનસભામાં સૌથી પહેલા એનઆરસી પર ચર્ચા કરવામાં આવી.

Find out more: