કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને રાજ્યની એલડીએ સરકારની વચ્ચે ફરી એક વખત બોલાચાલી થઇ છે. રાજ્યપાલના અભિભાષણમાં સીએએના ઉલ્લેખને લઇ ઉપજેલા વિવાદ બાદ બુધવારના રોજ નાગરિકતા કાયદાને લઇ કેરળ વિધાનસભામાં જોરદાર હોબાળો થયો. કાયદાનો વિરોધ કરતાં વિપક્ષી દળ યુડીએફના ધારાસભ્યોએ ગૃહમાં જોરદાર સૂત્રોચ્ચાર કર્યા. તેમણે રાજ્યપાલના ગૃહમાં આવતા જ તેમનો રસ્તો રોકી દીધો અને તેમની વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આ દરમ્યાન ધારાસભ્યોએ ‘રિકોલ ગવર્નર’ના સ્લોગન લગાવતા પોસ્ટર્સ પણ લહેરાવ્યા.

આની પહેલાં મંગળવારના રોજ રાજ્યપાલે કેરળ વિધાનસભામાં પોતાના અભિભાષણમાં સીએએ વિરૂદ્ધ પ્રસ્તાવના ઉલ્લેખવાળો પેરેગ્રાફ વાંચવાની ના પાડી દીધી. તેમણે સીએમ પિનરાઇ વિજયનને પત્ર લખીને કહ્યું કે ભાષણના આ ભાગને તેમની મંજૂરી નથી. 

આપને જણાવી દઇએ કે બજેટ સત્રની શરૂઆત પહેલાં મંત્રીપરિષદ દ્વારા તૈયાર રાજ્યપાલના અભિભાષણમાં નાગરિકતા સંશોધન કાયદાને ‘અસંવૈધાનિક’ અને ‘ભેદભાવપૂર્ણ’ બતાવ્યો છે. ત્યાં રાજ્યપાલ કાયદાના સંબંધમાં આવો અભિપ્રાય ધરાવતા નથી. એલડીએફ સરકારના સૂત્રોએ કહ્યું કે રાજભવને સીએમઓને મંગળવારના રોજ ચિઠ્ઠી લખી છે. તેમાં રાજ્યપાલે મંત્રીમંડળ દ્વારા તૈયાર રાજ્યપાલના ભાષણમાં સીએએને લઇ સરકારનો પક્ષ મૂકવાના મુદ્દા પર સીએમ વિજયનના સ્પષ્ટીકરણને નકારી દીધો છે. 

બુધવારના રોજ રાજ્ય વિધાનસભામાં વિપક્ષી દળ યુડીએફના ધારાસભ્યોએ જોરદાર હોબાળો કર્યો. ધરાસભ્યોએ સીએએ અને એનઆરસીનો વિરોધ કરતાં ગૃહમાં ખૂબ સૂત્રોચ્ચાર કર્યા. રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન ગૃહમાં પહોંચતા જ ધારાસભ્યોએ ‘રિકોલ ગવર્નર’ના પોસ્ટર લહેરાવ્યા અને તેમનો રસ્તો પણ રોકયો. 

Find out more: