મોદી કેબિનેટે આજે રામ મંદિર ટ્રસ્ટને મંજૂરી મળી ગઇ છે. આ જાહેરાત સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. સૂત્રોના મતે પીએમ મોદી ટ્રસ્ટના સભ્યોના નામની પણ જાહેરાત કરી શકે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને 87 દિવસ બાદ તેની રૂપરેખા તૈયાર થઇ ચૂકી છે. સૂત્રોના મતે આ ટ્રસ્ટમાં મહંત નૃત્ય ગોપાલ દાસને મોટી જવાબદારી મળી શકે છે.
રામ મંદિર ટ્રસ્ટમાં દિગંબર અખાડા, નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાન ત્રણેયમાંથી એક-એક સભ્યને સામેલ કરાશે. સૂત્રોના મતે મોદી સરકાર આ ટ્રસ્ટમાંથી પોતાને લગભગ અલગ રાખવા માંગે છે. આથી કોઇ પદેન અધિકારીને તેમાં જગ્યા મળવાની ગુંજાઇશ ઓછી લાગી રહી છે.
દિલ્હીનાં દંગલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોરશોરથી બીજેપીનો પ્રચાર કરી રહ્યા છે. મંગળવારનાં સતત બીજા દિવસે પીએમ મોદી દિલ્હીમાં દ્વારિકામાં ચૂંટણી રેલી કરી રહ્યા છે. અહીં સભાને બીજેપી રાષ્ટ્રિય અધ્યક્ષ જેપી નડ્ડાએ સંબોધિત કરી. તેમણે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવતા કહ્યું કે, “અત્યારની દિલ્હી સરકારે જનતાને કરેલા પોતાના વાયદા નથી નીભાવ્યા. તેમણે જનતાની સાથે કપટ કર્યું છે.” જેપી નડ્ડાએ કહ્યું કે કેજરીવાલ સરકારે દિલ્હીમાં એકપણ નવી સ્કૂલ નથી ખોલી.
પીએમ મોદીએ કહ્યું કે, “દિલ્લીની આ ચૂંટણી આ દશકની પહેલી ચૂંટણી છે. આ દશક, ભારતનું દશક થવાનું છે અને ભારતની પ્રગતિ તેના આજ માટે લીધેલા નિર્ણય પર નિર્ભર કરશે. દિલ્હી અને દેશ હિતમાં આપણે એક સાથે ઉભા રહેવાનું છે.