લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો ધન્યવાદ પ્રસ્તાવ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કંઈક અલગ જ અંદાજમાં નજરે પડ્યા હતાં. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સામ-સામે આવી ગયા હતાં. વડાપ્રધાને પોતાના સંબોધનમાં રાહુલ ગાંધી પર એક એક કરીને નિશાને તીર માર્યું હતું. સાથે જ તેમણે રાહુલ ગાંધીએ ગઈ કાલે આપેલા દંડા વાળા નિવેદન પર જોરદાર ટોણોં માર્યો હતો. વડાપ્રધાને રાહુલ ગાંધીનું નામ લીધા વગર જ રાહુલ ગાંધી ધીમી ટ્યૂબલાઈટ ગણાવી દીધા હતા.

 

વડાપ્રધાને પોતાના ભાષણમાં 35મી મીનીટમાં રાહુલ ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ બુધવારે રાહુલ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ સંસદમાં કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, મારા માટે કહેવામાં આવી રહ્યું છે કે, છ મહિનામાં મને ડંડા ફટકારવામાં આવશે. તો હવે મેં પણ નક્કી કરી લીધું છે કે, મને છ મહિનાનો પુરતો સમય મળી ગયો છે. હવેથી હું નિયમિત રીતે સૂર્યનમસ્કારની સંખ્યા વધારી દઈશ. જેથી મરી પીઠ પર માર સહન કરવાની શક્તિ વધી જાય. સાથે પીએમ મોદીએ કહ્યું છેલ્લા 20 વર્ષથી ગાળો ખાવાની આદત પડી ગઈ છે. રાહુલ પર ટોણો મારતા કહ્યું કે, 35 મિનિટથી બોલી રહ્યો છું પણ હવે જઈને કરંટ લાગ્યો છે. 

જોકે વડાપ્રધાન આટલુ બોલ્યા તે સાથે જ સંસદમાં કોંગ્રેસે હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. રાહુલ ગાંધીએ વચ્ચે બોલવાનો પ્રયાસ કર્યો. સાથે જ તેમણે પીએમ તરફ ઈશારો કરીને કેટલુક સ્પષ્ટીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. 

Find out more: