દિલ્હી વિધાનસભાની 70 સીટો પર આજે વોટિંગ થઇ રહ્યું છે. 70 સીટો માટે 672 ઉમેદવાર મેદાનમાં છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ચાંપતા બંદોબસ્તની વચ્ચે 1.47 કરોડ લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીના મુકાબલામાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ટક્કર છે. 8 વાગ્યે મતદાન શરૂ થઇ ગયું છે અને નેતાઓનું ભાવિ આજે મતદાન પેટીમાં સીલ થઇ જશે. તો ચૂંટણી સાથે જોડાયેલા તમામ અપડેટ્સ માટે અમારી સાથે અહીં બની રહો.
દિલ્હીને સ્વચ્છ હવા, સ્વચ્છ પીવાનું પાણી અને દરેક ગરીબને પોતાનું ઘર આપીને તેને વિશ્વની સૌથી સારી રાજધાની માત્ર એક દૂરદર્શી વિચાર અને મજબૂત ઇરાદાવાળી સરકાર જ બનાવી શકે છે. હું દિલ્હીની પ્રજાને અપીલ કરું છું કે જુઠ્ઠી અને વોટ બેન્કની રાજનીતિથી દિલ્હીને મુક્ત કરવા માટે મતદાન ચોક્કસ કરો – અમિત શાહ
દિલ્હીના કૃષ્ણનગરની દેવી પબ્લિક સ્કૂલમાં વોટિંગ કરવા પહોંચ્યા કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન. પરિવારની સાથે વોટિંગ કરવા આવ્યા કેન્દ્રીય મંત્રી
તુગલક ક્રિસેંટ રોડના એક સ્કૂલમાં વોટિંગ કરવા પહોંચ્યા જસ્ટિસ આર ભાનુમતિ
મતદાન કરવા ચોક્કસ જાઓ. તમામ મહિલાઓને ખાસ અપીલ છે કે જેમ તમે ઘરની જવાબદારી નિભાવો છો તેવી જ રીતે દેશ અને દિલ્હીની જવાબદારી પણ તમારા ખભા પર છે. તમે તમામ મહિલાઓ ચોક્કસ વોટિંગ કરવા જાઓ અને તમારા ઘરના પુરુષોને પણ લેતા જાઓ. પુરુષો સાથે ચર્ચા કરો કે કોને વોટ આપવો યોગ્ય રહેશે : CM કેજરીવાલ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાનનો દિવસ છે. તમામ મતદાતાઓને મારી અપીલ છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં લોકતંત્રના આ મહોત્સવમાં ભાગ લો અને વોટિંગનો નવો રેકોર્ડ બનાવો: PM મોદી