દિલ્હીની મહારેલી વિધાનસભા સીટ પરથી આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય નરેશ યાદવ પર અજ્ઞાત લોકોએ મંગળવારે મોડી રાત્રે હુમલો કરી દીધો. આ હુમલામાં આપના અશોક માન નામના એક કાર્યકર્તાનું મોત થયું. ત્યાં એક બીજા કાર્યકર્તા હરેન્દ્ર ઘાયલ થયા.
મળતી માહિતી પ્રમાણે નરેશ પર ગોળીઓથી હુમલો એ સમયે થયો જ્યાં તેઓ ચૂંટણી પરિણામ આવ્યા બાદ મંદિરથી પાછા ફરતા હતા. નરેશને કિશનગઢમાં થયેલા હુમલામાં કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી. ઘાયલને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
હુમલાને લઇ નરેશ યાદવે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે. મને હુમલા પાછળનું કારણ ખબર નથી પરંતુ આ અચાનક થયું. જે ગાડીમાં હતો તેના પર હુમલો થયો. મને વિશ્વાસ છે કે જો પોલીસે યોગ્ય રીતે તપાસ કરી તો હુમલાખોર પકડાઇ જશે. તો આમ આદમી પાર્ટીના પ્રવકતા સંજય સિંહે કેન્દ્ર સરકારને આધીન આવનાર દિલ્હી પોલીસ પર પ્રહારો કર્યા. સંજયે ટ્વીટ કરી કે મહારેલી ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર હુમલો, અશોક માનની સરેઆમ હત્યા છે. દિલ્હીમાં કાયદાનું રાજ, મંદિરથી દર્શન કરીને પાછા ફરતા હતા નરેશ યાદવ.
ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભામાં આપ એ 62 સીટો પર જીત પ્રાપ્ત કરી અને આપની વોટ હિસ્સેદારી 53.57 ટકા રહી. ભાજપ 8 સીટો પર જીત મેળવ્યા અને 38.51 ટકા વોટ મળ્યા. કોંગ્રેસનું ખાતું ખૂલ્યું નથી અને તેનો વોટ શેર 4.26 ટકા રહ્યો.