અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. તેની રંગચંગે તૈયારીઓ થઇ રહી છે. એવામાં ટ્રમ્પ ભારત આવશે ત્યારે શું લઇ આવશે તેની પણ ચર્ચાઓ થઇ રહી છે. તો મળતી માહિતી પ્રમાણે ભારત આવે તે પહેલાં બંને દેશોની વચ્ચે થનાર બે મોટા રક્ષા સોદાને આખરી ઓપ અપાઇ રહ્યો છે. 30 હેવી-ડ્યૂટી સશ્સ્ત્ર હેલિકોપ્ટર્સ માટે 3.5 અબજ ડોલર (25000 કરોડ રૂપિયા)નો આ કરાર થવાનો છે.
નેવી માટે 24 એમએચ-60 ‘રોમિયો’ સીહૉક મેરીયટાઇમ મલ્ટી-મિશન હેલિકોપ્ટરો માટે 2.6 અબજ ડોલરનો સોદો થઇ રહ્યો છે. આ હેલિકોપ્ટર અમેરિકન કંપની લૉકહીડ માર્ટિન પાસેથી ખરીદાશે. ત્યાં સેના માટે છ એએચ-64 ઇ અપાચે એટેક હેલિકોપ્ટરો માટે 930 મિલિયન ડોલરનો સોદો થવાનો છે. સૂત્રોના મતે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી દ્વારા આ સોદાને આવતા સપ્તાહે ઔપચારિક મંજૂરી અપાશે.
સોર્સના મતે યુએસ ફોરેન મિલિટરી સેલ્સ (એફએમએસ) ગવર્નમેન્ટ-ટુ-ગવર્નમેન્ટ ડીલની અંતર્ગત ભારત MH- 60R હેલિકોપ્ટરો માટે પહેલા હપ્તાપેટે 15 ટકાની ચૂકવણી કરશે. કોન્ટ્રાક્ટ પર સાઇન થયા બાદ બે વર્ષમાં હેલિકોપ્ટરોનો પહેલો હપ્તો અમને મળી જશે. ત્યાં ચાર થી પાંચ વર્ષમાં તમામ 24 હેલિકોપ્ટર આવી જશે.
હેલફાયર મિસાઇલો, MK-54 ટૉરપીડો અને સટીક મારનાર રોકેટોથી લેસ MH-60R હેલિકોપ્ટર ભારતીય રક્ષાબળોને સતહ અને સબમરીન ભેદી યુદ્ધ અભિયોનાને સફળતાથી અંજામ આપવામાં સક્ષમ બનાવશે. આ હેલિકોપ્ટર ફ્રિગેટ, વિધ્વંસક જહાજો, ક્રૂઝર અને વિમાનવાહક જહાજથી સંચાલિત કરી શકાય છે. આ હેલિકોપ્ટરોને દુનિયાના સૌથી અત્યાધુનિક સમુદ્રી હેલિકોપ્ટર મનાય છે.