અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા, દીકરી ઇવાન્કા તથા જમાઈ જેરેડ કુશનર ઉપરાંત ૩૦ જેટલાં ઉચ્ચ અધિકારીઓનાં ડેલિગેશન સાથે અમદાવાદ આવી પહોંચ્યાં છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સીધા અમદાવાદ આવી ભારતયાત્રા શરૂ કરતા હોય તેવી આ પહેલી ઐતિહાસિક ઘટના બની રહેશે. ત્યારે અહીં જાણો આ કાર્યક્રમને લગતી તમામ અપડેટ…..

 

નમસ્તે સાથે ડોનાલ્ડ ટ્રમ્પે ભાષણની શરૂઆત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ભારતની રિસ્પેક્ટ કરે છે. અમેરિકા હંમેશા ભારતને વફાદાર રહ્યું છે. અમે હાઉડી મોદી કાર્યક્રમ માટે દુનિયાના સૌથી મોટા ફૂટબોલ સ્ટેડિયયમાં મોદી માટે કાર્યક્રમ રાખ્યો. જ્યારે મોદીએ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ રાખ્યો. આ સ્ટેડિયમ ખુબ જ સુંદર છે. મારા માટે હજારો લોકો અહીં આવ્યા, અને હજારો લોકોએ રસ્તા પર લાઈનો લગાવી અને રસ્તા પર ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવી. હું હંમેશા આ સન્માનને યાદ કરીશ. ભારત દુનિયાની સૌથી મોટી અને વિશાળ ઈકોનોમી છે.

 

આગળ જતાં ટ્રમ્પે કહ્યું કે- છેલ્લા દાયકામાં ભારતે હજારો લોકોને ગરીબીથી દૂર કર્યા છે. ભારતમાં તમામના ઘરે વીજળી પહોંચાડી છે. ઈન્ટરનેટ સાથે હજારો લોકોને જોડ્યા. 71 મિલિયન ઘરોમાં  ગેસ પૂરો પાડ્યો અને લાખો લોકોને ટોઈલેટ બનાવ્યું. અને ભારત દરેક મિનિટે લોકોને ગરીબીમાંથી બહાર કાઢી રહ્યું છે. અને થોડા જ સમયમાં ભારત વિશ્વમાં મિડલ ક્લાસનો સૌથી મોટો દેશ હશે. અને ભારતમાં ગરીબી સંપુર્ણ હટી જશે. ભારત સદીનો ઉત્કૃષ્ટ દેશ છે. ભારત લોકતાંત્રિક, શાંતિપ્રિય અને સહનશીલ દેશ છે. 

 

ભારત દર વર્ષે 2000થી વધારે ફિલ્મો બનાવે છે. સમગ્ર દુનિયામાં આ ફિલ્મોને પસંદ કરવામાં આવે છે. લોકો ભાંગડા સંગીતનો ઉલ્લેખ કરે છે. તો લોકોને DDLJ ફિલ્મ પણ ખુબ પસંદ કરે છે. ભારતે દુનિયાને સચિન, વિરાટ કોહલી જેવા માટો ખેલાડી આપ્યા છે.

 

પીએમ મોદી ન ફક્ત ગુજરાત પણ દેશ માટે ગર્વ છે, તે અસંભવને સંભવ બનાવી શકે છે. વડાપ્રધાનની આગેવાનીમાં ભારત પ્રગતિ કરી રહ્યું છે. અને આ વિકાસ યાત્રા દુનિયા માટે એક મિસાલ છે.

 

ટ્રમ્પે હોળી, દિવાળી જેવા તહેવારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, આજે હિન્દુ, જૈન, મુસ્લિમ, શીખ સહિત અનેક ધર્મોનાં લોકો રહે છે, અહીં ડઝનો ભાષાઓ બોલાઈ છે. પણ તેમ છતાં આ દેશમાં એક શક્તિની જેમ લોકો રહી રહ્યા છે. સાથે ટ્રમ્પે કહ્યું કે, અમેરિકામાં ભારતીય મૂળનાં લોકોએ ત્યાંના વિકાલમાં મોટી ભૂમિકા ભજવી છે. અમેરિકામાં રહેતાં અનેક બિઝનેસમેન ગુજરાતથી આવે છે. તેવામાં અમેરિકાના વિકાસમાં મહત્વપુર્ણ ભૂમિકા નિભાવવા માટે અમે સૌ કોઈનો આભાર માનીએ છીએ 

Find out more: