રાજધાનીના ઉત્તર-પૂર્વ ભાગમાં થયેલી હિંસામાં AAP કાઉન્સિલર તાહિર હુસૈનની સંડોવણીના આરોપો અંગે અરવિંદ કેજરીવાલે ગુરુવારે કહ્યું કે, માહોલને બગાડનાર કોઈ પણ પક્ષમાંથી હોય, પોલીસે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. જો આમ આદમી પાર્ટીનો નેતા તેમા સામેલ હશે, તો તેને બમણી સજા મળવી જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કોઈ પણ પ્રકારનું રાજકારણ ન થવું જોઈએ.

 

કેજરીવાલે હિંસાના અસરગ્રસ્તોને વળતર આપવાની જાહેરાત પણ કરી છે. મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઈજા પામેલાઓને 2 લાખ રૂપિયા, જેમનું ઘર સળગી ગયું હોય તેમને 5 લાખ રૂપિયા અને દિવ્યાંગ થયેલા લોકોને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

 

અરવિંદ કેજરી વાલે કહ્યું છેકે જેમની દુકાનો કે સંપત્તિઓ સળગાવાઈ છે, તેમને વળતર આપવા માટે કેમ્પ કરવામાં આવશે તેમજ જેમની ગાડીઓ સળગી છે, તેમણા માટે પણ કેમ્પ લગાવવામાં આવશે અને વીમા કંપનીઓને પણ તેમા બોલાવવામાં આવશે. દિલ્હી સરકારનું નાણા વિભાગ એવા લોકોની મદદ કરશે, જેમની દુકાનો સળગાવાઈ છે અથવા રોજગાર ખતમ થઈ ગયો છે તેમને સબસીડી આપવામાં આવશે. જેમના દસ્તાવેજ હિંસામાં લગાવાયેલી આગના કારણે સળગી ગયા છે, તેમના માટે પણ કેમ્પ કરવામાં આવશે. જેમની ઈ-રિક્ષા સળગાવાઈ હશે તેમને 25 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.

 

વધુમાં તેને કહ્યું હતુ કે સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં ભરતી કરાયેલા ઘાયલોની સારવારમાં પણ દિલ્હી સરકાર મદદ કરશે. ફરિશ્તા યોજના હેઠળ ખાનગી હોસ્પિટલમાં પણ ઘાયલોને મફતમાં સારવાર આપવામાં આવશે દિલ્હી પોલીસે અત્યાર સુધી 18 એફઆરઆઈ નોંધી છે અને 106 લોકોની ધરપકડ કરી છે. 

Find out more: