દિલ્હી પોલીસે હિંસાના કેસોની તપાસ દરમિયાન શંકા વ્યક્ત કરી હતી કે તોફાનીઓ પડોશનાં રાજ્ય યુપીમાંથી આવ્યા હોવા જોઈએ કારણ કે મંગળવાર સુધી પડોશી રાજ્યોની બોર્ડર ખુલ્લી હતી. વોટ્સએપ ગ્રૂપ દ્વારા ફોન પર તોફાનીઓને સૂચના અપાતી હતી તેમજ લોકેશન બતાવવામાં આવતા હતા. તોફાનીઓના ૫૦ ફોન જપ્ત કરીને વોટ્સએપ ગ્રૂપની તપાસ કરાઈ રહી છે. 

 

 બંને સમુદાય દ્વારા વોટ્સએપ ગ્રૂપ બનાવાયા હતા જેમાં ઉશ્કેરણીજનક સંદેશા અને વીડિયો મોકલવામાં આવ્યા હતા. કયા વિસ્તારોમાં પથ્થરમારો કરવાનો છે તેની સૂચનાઓ અપાઈ હતી. યુપીમાંથી કેટલાક દેશી કટ્ટા લાવવામાં આવ્યા હતા જેનો લોકો પર ફાયરિંગ કરવા ભરપૂર ઉપયોગ કરાયો હતો. સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરાઈ રહી છે. 

 

ગુરુવારે રમખાણોનો મૃત્યુઆંક વધીને ૩૮ થયો હતો. ગુરુવારે ઈજાગ્રસ્ત વધુ ૧૦ લોકોનાં મોત થયાં હતાં. ૨૫૦થી વધુને ઈજા થઈ હતી. ગગનવિહાર જોહરીપુર વિસ્તારની ગટરમાંથી વધુ બે મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે ૪૮ FIR કરી હતી અને ૧૩૦થી વધુ લોકોની ધરપકડ કરી હતી. ગુરુવારે સ્પેશિયલ કમિશનર લોકો વચ્ચે ગયા હતા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

 

ઈજાગ્રસ્તોને બચાવવા માટે ૧૫૦૦ જવાઓ બ્લેડ ડોનેટ કર્યું હતું. દિલ્હીમાં કાયદો વ્યવસ્થા જાળવવા સીઆરપીએફ અને દિલ્હી પોલીસની ૧૧૩ કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. હિંસાની તપાસ માટે બે SITની રચના કરાઈ અને તમામ કેસ ક્રાઈમ બ્રાન્ચની સિટને ટ્રાન્સફર કરવા આદેશ અપાયા છે.

 

 

Find out more: