નિર્ભયા કેસમાં આરોપીઓની ફાંસી સતત ટળી રહી છે. રાજધાની દિલ્હીમાં વર્ષ 2012માં થયેલા ગેંગરેપના તમામ દોષિતોની ફાંસી આપવા પર ફરી એકવાર સંકટ તોળાઈ રહ્યું છે. આજે ચોથા દોષિત પવન કુમાર ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી છે. 3 માર્ચે ચારેય દોષિતોને ફાંસી આપવાની છે ત્યારે આ અગાઉ જ પવન ગુપ્તાએ કોર્ટમાં પોતાની સજા એ મોતને આજીવન કરાવાસમાં ફેરવવાની અપીલ કરી છે.
જાણાવા મળી રહ્યુ છેકે પવન ગુપ્તાના વકીલ એપી સિંહે કોર્ટમાં આ બાબતની જાણકારી આપી હતી. તેમને જણાવ્યું હતું કે, દોષેતે પોતાની મોતની સજાને ઉમર કેદમાં ફેરવવાનો સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો છે.
નિર્ભયા કેસના ત્રણેય દોષિતોને મુકેશ કુમાર, અક્ષય ઠાકુર અને વિનય કુમારની દયાની અરજી ફગાવી દેવામાં આવી છે. મુકેશે તો દયા અરજી વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ પણ દાખલ કરી હતી, જેને પણ ફગાવી દેવામાં આવી છે. પવને હજી ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી નહોતી, પણ હવે જ્યારે ફાંસી આપવાને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે પવને સજા એ મોતને ઉમર કેદમાં ફેરવવાની અપીલ કરી છે.
પવન ગુપ્તાએ હવે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરીને ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની માંગણી કરી છે. આ સંજોગોમાં માનવામાં આવે છે કે, હવે દોષિતોની ફાંસી ફરી થોડી પાછી ઠેલાઈ શકે છે. અત્યાર સુધી પવને સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન પણ દાખલ નહતી કરી અને દયાની અરજી પણ નથી કરી.
પવનના વકીલ એપી સિંહનું કહેવું છે કે, પવન ગુપ્તાએ પોતાની અરજીમાં ફરી એક વાર ઘટના સમયે તે સગીર હોવાની વાત કરી છે. એપી સિંહનું કહેવું છે કે, ઘટના સમયે પવન ગુપ્તાની ઉંમર 18 વર્ષ હતી.