કર્ણાટકમાં ભાજપના સંકટમોચન કહેવાતા દલિત નેતા અને કર્ણાટક સરકારના આરોગ્યપ્રધાન બી. શ્રીરામુલુની દીકરીના લગ્નમાં ખર્ચ કરવાનો ઇતિહાસ રચવા જઇ રહ્યા છે. શ્રીરામુલુની દીકરીની પુત્રી રક્ષિતાનાં લગ્ન પાંચ માર્ચના રોજ થવાના છે અને તે માટે પાણીની જેમ નાણા ખર્ચાઇ રહ્યા છે. લગ્નમાં ખર્ચના મુદ્દે શ્રીરામુલુ તેમના મિત્ર અને ખાણ માફિયા જી. જનાર્દન રેડ્ડીને પણ પાછળ રાખી દે તેવી સંભાવના છે. આરોગ્યપ્રધાન શ્રીરામુલુની પુત્રી રક્ષિતાનાં લગ્ન હૈદરાબાદના ઉદ્યોગપતિ રવિકુમાર સાથે નિર્ધારેલા છે. નવ દિવસ સુધી ચાલનારા જશ્નની શરૂઆત 27 ફેબ્રુઆરીએ જ થવા જઇ રહી છે. 

 

આ પહેલાં વર્ષ 2016માં જનાર્દન રેડ્ડીના પુત્રી બ્રહ્માણીનાં લગ્ન થયાં હતાં. તે લગ્ન સૌથી ભવ્ય લગ્નનો રેકર્ડ ધરાવતી હતી. જનાર્દન રેડ્ડી હવે તેમના મિત્ર શ્રીરામુલુને તેમની દીકરીનાં લગ્નમાં મદદ કરી રહ્યા છે.  મજૂરો છેલ્લા ત્રણ મહિનાથી લગ્ન માટે ભવ્ય સેટ બનાવી રહ્યા છે. હમ્પીના વીરૂપક્ષ મંદિર સહિત સંખ્યાબંધ મંદિરોની રચના આધારે સેટ તૈયાર થઇ રહ્યા છે. 200 લોકો માત્ર ફુલ સજાવટ માટે કામ કરી રહ્યા છે. બેલ્લારીમાં લગ્ન પછી રિસેપ્શન યોજાશે. ત્યાં પણ મુંબઇના આર્ટ ડિરેક્ટર્સ સેટ તૈયાર કરી રહ્યા છે.

 

રક્ષિતાનાં લગ્ન માટે 1 લાખ વિશેષ કાર્ડ બનાવવામાં આવ્યાં છે. કંકોત્રીમાં કેસર, ઇલાયચી, સિંદુર, હલ્દી પાઉડર અને ચોખા મૂકવામાં આવેલા છે. શ્રીરામુલુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી,, ગૃહપ્રધાન અમિત શાહ સહિત પક્ષના મોવડીઓને નિમંત્રણ આપ્યું છે. ૪૨ એકર વિસ્તારમાં ફેલાયેલા પેલેસ ગ્રાઉન્ડમાં આ લગ્ન થવાનાં છે. ૨૭ એકરમાં લગ્ન સમારંભ યોજાશે અને ૧૫ એકર વિસ્તારમાં પાર્કિંગ વ્યવસ્થા થશે.

 

Find out more: