સોમવારે વડાપ્રધાને કરેલા ટ્વિટ પછી દેશભરમાં હલચલ મચી ગઇ. સોશિયલ મીડિયા પર સન્યાસ લેવાની વાતથી એક મિનિટમાં જ ”નો સર” સાથે ટ્રેડિંગ શરૂ થઇ ગયું અને લોકોનાં રિએક્શન આવવાના ચાલુ થઇ ગયાં. વડાપ્રધાને ટ્વિટ કર્યું તેના એક કલાકમાં જ વડાપ્રધાનના ટ્વિટનું ૨૬ હજાર ટાઇમ રિટ્વિટ કરાયું. તમે સોશિયલ મીડિયા પર શોર્ટ બ્રેક લઇ શકો છો. જો તમે ઇચ્છો તો પરંતુ # નો સર, અમે તમને વિનંતી કરીએ છે, તમારે સોશિયલ મીડિયા ના છોડવું જોઇએ.
કેટલાક લોકો પીએમ મોદી કેમ સોશિયલ મીડિયાથી દૂર રહેવા માગે છે તેના કારણો પણ આપવા માડયાં. કેટલાકે લખ્યું, અમે જાણીએ છે કે તમે સોશિયલ મીડિયાના દુરુપયોગને કારણે અપસેટ છો, પરંતુ આ રીતે સોશિયલ મીડિયા છોડવું યોગ્ય નથી. કેટલાકે ટ્વિટ કર્યું, મોદીજી : જાને નહીં દેંગે તુઝે. અને આ ટ્વિટ સાથે થ્રી ઇડિયટ ફિલ્મના સોંગનો સ્નેપશોટ પણ મૂક્યો.
સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલોઅર્સ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનાં છે. ત્યાર બાદ બીજો નંબર વડાપ્રધાન મોદીનો આવે છે. ટ્વિટર પર પીએમ મોદીના ૫ કરોડ ૩૩ લાખ ફોલોઅર્સ છે. ફેસબુક પર ૪ કરોડ ૪ લાખ અને ઇન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન મોદીના ૩ કરોડ ૫૨ લાખ ફોલોઅર્સ છે. આટલી મોટી સંખ્યામાં જ્યારે પીએમ મોદીના ફોલોઅર્સ સોશિયલ મીડિયા પર હોય ત્યારે સ્વાભાવિક છે કે વડાપ્રધાન મોદીના સોશિયલ મીડિયા છોડવાના ટ્વિટના જબરજસ્ત પ્રત્યાઘાત પડે. લાખો લોકોએ પીએમ મોદીના સોશિયલ મીડિયાના ટ્વિટ અંગે જાત જાતની પ્રતિક્રિયાઓ આપી.