દિલ્હી હિંસાને લઇ સંસદમાં ચાલી રહેલા હોબાળાને જોતા મોદી સરકારે બજેટ સત્રમાં તમામ મંત્રાલયોને અનુદાનની માંગણીને પસાર કરવા માટે ‘ગિલોટિન’ નિર્ણય કર્યો છે. આ નિર્ણય સરકારો પહેલાં પણ લેતી આવી છે. સરકારને ત્રણ એપ્રિલ પહેલાં બજેટ પસાર કરાવાનું હોય છે. ત્યારે 16મી માર્ચના રોજ લોકસભામાં ગિલોટિન થશે. આમ રાજ્યસભાને 14 દિવસ વધુ મળશે. આ બધાની વચ્ચે સરકારને બે અધ્યાદેશ પણ પાસ કરવાનો છે. 

 

સરકારનો દાવો છે કે આવું પહેલી વખત નથી થયું. યુપીએ-2ના સમયે પણ હોબાળાની વચ્ચે 18 બિલ પાસ કરાવ્યા હતા. સરકારે દિલ્હી હિંસા પર બુધવારના રોજ લોકસભા અને ગુરૂવારના રોજ રાજ્યસભામાં ચર્ચાનો પ્રસ્તાવ મૂકયો છે. સોમવાર અને મંગળવારના રોજ હોળીના લીધે સંસદમાં રજા છે.  દિલ્હી હિંસાને લઇ સંસદમાં ચાલી રહેલા હોબાળાને જોતા મોદી સરકારે બજેટ સત્રમાં તમામ મંત્રાલયોને અનુદાનની માંગણીને પસાર કરવા માટે ‘ગિલોટિન’ નિર્ણય કર્યો છે. 

 

આ નિર્ણય સરકારો પહેલાં પણ લેતી આવી છે. સરકારને ત્રણ એપ્રિલ પહેલાં બજેટ પસાર કરાવાનું હોય છે. ત્યારે 16મી માર્ચના રોજ લોકસભામાં ગિલોટિન થશે. આમ રાજ્યસભાને 14 દિવસ વધુ મળશે. આ બધાની વચ્ચે સરકારને બે અધ્યાદેશ પણ પાસ કરવાનો છે. સરકારનો દાવો છે કે આવું પહેલી વખત નથી થયું. યુપીએ-2ના સમયે પણ હોબાળાની વચ્ચે 18 બિલ પાસ કરાવ્યા હતા. સરકારે દિલ્હી હિંસા પર બુધવારના રોજ લોકસભા અને ગુરૂવારના રોજ રાજ્યસભામાં ચર્ચાનો પ્રસ્તાવ મૂકયો છે. સોમવાર અને મંગળવારના રોજ હોળીના લીધે સંસદમાં રજા છે.

Find out more: