ભારતમાં કોરોના વાયરસના સંક્રમણથી નવો કેસ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સામે આવ્યો છે. અહીં એક 57 વર્ષના વ્યક્તિને આ ભયાનક વાયરસ થયો હોવાનો ખુલાસો થયો છે. આ વ્યક્તિ તાજેતરમાં જ ઈરાનનો પ્રવાસ ખેડીને પરત ફર્યો હતો. આ સાથે જ ભારતમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 31 પહોંચી છે.
આ ઉપરાંત પ્રારંભીક તપાસમાં અન્ય 23 લોકોને પણ આ ખતરનાક વાયરસની હાજરી હોવાના સંકેત મળ્યાં છે અને હવે સ્વાસ્થ્ય અધિકારીઓ આ લોકોના ફરીથી કરવામાં આવેલા ટેસ્ટના રિપોર્ટની રાહ જોઈ રહ્યાં છે.
દિલ્હીમાં કોરોના વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે કે આ નવો સંક્રમિત દર્દી ચીન અથવા ઇટલીથી ભારત પહોંચ્યો નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તેની પુષ્ટિ કરતાં શુક્રવારે એક નવો કોરોના વાયરસનો કેસ સામે આવ્યો છે. દિલ્હીમાં રહેનાર દર્દી તાજેતરમાં જ ઈરાનથી ફરીને પાછો આવ્યો છે. દર્દીના સેમ્પલ પોઝિટિવ મળ્યા બાદ તેને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.
અત્યાર સુધી કેરલથી ત્રણ કેસ આવ્યા હતા, જે સ્વસ્થ થઈ ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં એક કેસ આવ્યો, જેના કારણે તેના ઓળખિતા 6 લોકો પણ ઝપેટમાં આવી ગયા હતા. તેલંગણામાં એક કેસ સામે આવ્યો છે. ઇટાલીથી આપેલા કુલ 18 લોકો પણ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત છે, જેમાં એક ભારતીય અને 17 ઇટાલીના નાગરિક છે. એક મામલો ગુરૂગ્રામમાં સામે આવ્યો છે. આ સિવાય ગાઝિયાબાદથી એક મામલો સામે આવ્યો છે. તેવામાં અત્યાર સુધી ભારતમાં 31 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.