MPમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, જે સાચો કોંગ્રેસી છે તે કોંગ્રેસમા જ રહેશે. દિગ્વિજયસિંહે એમ પણ કહ્યું હતું કે, પાર્ટીએ જ્યોતિરાદિત્ય સિંધિયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેમને સ્વાઇન ફ્લૂ હોવાનું જણાવાયું હતું.
દિગ્વિજયસિંહે આગળ વાત કરી હતી કે, અમે સિંધિયાજીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ એવું કહેવામાં આવ્યું કે તેઓ સ્વાઈન ફ્લૂથી પીડિત છે. આને કારણે તેની સાથે વાત થઈ શકી નહીં. જે સાચી રીતે કોંગ્રેસી જ છે તે કોંગ્રેસમાં રહેશે. ઉલ્લેખનીય છે કે, સોમવારે મધ્ય પ્રદેશના 6 MLA સહિત સિંધિયા જૂથના 17 MAL સોમવારે દિલ્હી અને બેંગલુરુ જઇ રહ્યા હોવાથી કમલનાથ સરકારની સામે કટોકટી ઉભી થઈ છે.
કમલનાથે કહ્યું હતું કે, તેમની સૌથી મોટી તાકાત મધ્ય પ્રદેશની જનતાનો ભરોસો છે. તેમણે કહ્યું કે, ‘હું એ શક્તિઓને સફળ નહીં થવા દઉં જે એ સરકારને અસ્થિર કરવા ઇચ્છે છે જેને મધ્ય પ્રદેશનાં લોકોએ પસંદ કરી છે.’ આ દરમિયાન બીજેપી ધારાસભ્ય વિશ્વાસ સારંગે કહ્યું છે કે, કોઈ ઑપરેશન લોટસ નથી. તેમણે કહ્યું કે, “ફક્ત અસંતોષ છે. કમલનાથ અને કૉંગ્રેસે શીખવું જોઇએ કે સરકારો ફક્ત કેટલાક નેતાઓની આસપાસ ના ચલાવી શકાય. મધ્ય પ્રદેશનો વિકાસ સરકારમાં અસંતોષનાં કારણે રોકાઈ ગયો.”