મધ્ય પ્રદેશમાં એકવાર ફરી રાજકીય સંકટ પેદા થયું છે. વરિષ્ઠ કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનાં સમર્થક લગભગ 20 કૉંગ્રેસ ધારાસભ્યો બેંગલુરુ પહોંચી ગયા છે. રિપોર્ટ પ્રમાણે જે ધારાસભ્યો બેંગલુરુ પહોંચ્યા છે તમાં 6 મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી પણ છે. તો કમલનાથ સરકારનાં 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. કેબિનેટનું પુન:ગઠન કરી શકાય તે માટે રાજીનામા આપ્યા હોવાનું પીસી શર્માએ કહ્યું છે.

 

રિપોર્ટ પ્રમાણે મધ્ય પ્રદેશનાં તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. તમામ મંત્રીઓએ સીએમ કમલનાથને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. સીએમ કમલનાથને ફરી કેબિનેટનું ગઠન કરવાની અને જરૂરિયાત પ્રમાણે મંત્રીઓની પસંદ કરવાની આઝાદી આપવામાં આવી છે. સીએમ કમલનાથથી જોડાયેલા નજીકનાં સૂત્રોનું કહેવું છે કે બેંગલુરુ ધારાસભ્ય પાર્ટીમાં પાછા આવશે.

 

કમલનાથે કહ્યું છે કે તેમની સૌથી મોટી તાકાત મધ્ય પ્રદેશની જનતાનો ભરોસો છે. તેમણે કહ્યું કે, ‘હું એ શક્તિઓને સફળ નહીં થવા દઉં જે એ સરકારને અસ્થિર કરવા ઇચ્છે છે જેને મધ્ય પ્રદેશનાં લોકોએ પસંદ કરી છે.’ આ દરમિયાન બીજેપી ધારાસભ્ય વિશ્વાસ સારંગે કહ્યું છે કે, કોઈ ઑપરેશન લોટસ નથી. તેમણે કહ્યું કે, “ફક્ત અસંતોષ છે. કમલનાથ અને કૉંગ્રેસે શીખવું જોઇએ કે સરકારો ફક્ત કેટલાક નેતાઓની આસપાસ ના ચલાવી શકાય. મધ્ય પ્રદેશનો વિકાસ સરકારમાં અસંતોષનાં કારણે રોકાઈ ગયો.”

 

 

Find out more: