WHOએ કોરોનાને અનિયંત્રિત મહામારી જાહેર કરતા ગુરુવારે ભારતીય શેરબજારો ઇન્ટેન્સિવ કેર યુનિટમાં ધકેલાઇ ગયાં હતાં. મુંબઇ શેરબજારના સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જના નિફ્ટી-50માં ઇતિહાસનો સૌથી મોટો એક દિવસીય કડાકો નોંધાતાં રોકાણકારોની મૂડીમાં રૂપિયા 11.27 લાખ કરોડનું ધોવાણ થયું હતું.
32,778.14 પર અને નિફ્ટી-50 868.25 પોઇન્ટ તૂટીને 9590.15 પર બંધ આવ્યા હતા. નેશનલ સ્ટોક એક્સ્ચેન્જના તમામ 11 સેક્ટરમાં 13 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી બેન્ક, પ્રાઇવેટ બેન્ક, રીઅલ્ટી, ફાર્મા, નિફ્ટી ફાર્મા, નિફ્ટી મેટલ, નિફ્ટી મીડિયા, નિફ્ટી આઇટી, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિઝ, નિફ્ટી ઓટોમાં 8થી 10 ટકાનો કડાકો બોલી ગયો હતો. નિફ્ટી મિડકેપ 100 8 ટકા અને નિફ્ટી સ્મોલ કેપ 100 ઇન્ડેક્સ 10 ટકા તૂટી ગયા હતા.
બીએસઇની ૧૧૮૦ કંપનીના શેરો છેલ્લા એક વર્ષની સૌથી નીચી સપાટી પર ગગડી ગયા હતા. ૫૬૪ કંપનીઓના શેરોમાં લોઅર સર્કિટ લાગુ થઇ હતી. એનએસઇમાં પણ ૭૮૩ કંપનીના શેર એક વર્ષની નીચી સપાટી પર આવી ગયા હતા.
ગુરુવારે સવારે અમેરિકી શેરબજારોમાં કોરોનાનો કોહરામ જોવા મળ્યો હતો. સવારે ૯:૫૫ કલાકે ડાઉ જોન્સ ૧૯૭૩.૧૫ પોઇન્ટના કડાકા સાથે ૨૧,૫૮૦ની સપાટી પર ગગડી જતાં સર્કિટ લાગી ગઇ હતી. ૧૫ મિનિટના વિરામ બાદ બજારમાં ફરી કારોબાર શરૂ કરાયો હતો. ડાઉ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ ૧૭૦૦ પોઇન્ટ તૂટયો હતો. ડાઉ જોન્સમાં તાજેતરમાં ૨૦ ટકાનો કડાકો બોલી જતાં હવે મંદીનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. એસ એન્ડ પી ૫૦૦ ઇન્ડેક્સ ૧૮૩ અને નાસ્ડેક ૫૨૩ પોઇન્ટ તૂટયા હતા.