દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટ કંપનીએ જાહેરાત કરી દીધી છે કે બિલ ગેટ્સે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યુ છે. કંપનીનું કહેવું છે કે તે હવે પોતાનો મોટા ભાગનો સમય સારાકાર્યો પાછળ કરવા ઇચ્છી રહ્યા છે. માઈક્રોસોફ્ટ તરફથી જણાવાયું છે કે ગેટ્સ વૈશ્વિક સ્વાસ્થ્ય અને શિક્ષા માટે વધારે કામ કરવા માંગી રહ્યા છે. આથી વધારાની જવાબદારીઓથી મુક્ત થવા માંગી રહ્યા છે. જો કે માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલાની સાથે સલાહકાર તરીકે કામ કરતા રહેશે.
કંપનીએ જણાવ્યું કે કંપનીના સહ સંસ્થાપક અને સલાહકાર બિલ ગેટ્સ વધારેમાં વધારે સમય શિક્ષણ, સ્વાસ્થ્ય અને વૈશ્વિક વિકાસ માટે ફાળવશે. બિલ ગેટ્સ જળવાયુ પરિવર્તન પર પણ કામ કરવા માંગે છે અને આ જ કારણે તેમણે પોતાના પદેથી રાજીનામુ આપ્યુ છે. ગેટ્સે 1975માં પોલ એલેન સાથે મળીને આ કંપનીની રચના કરી હતી. તેઓએ 2000માં કંપનીમાં CEOનું પદ સંભાળ્યુ હતુ.
ગેટ્સના રાજીનામા પછી કંપનીના બોર્ડમાં 12 સભ્યો રહ્યા છે. જેમાં માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલાનો પણ સમાવેશ થાય છે. નડેલાએ કહ્યું કે બિલ ગેટ્સ સાથે કામ કરવું ગૌરવની વાત છે. ગેટ્સે આ કંપનીની સ્થાપના સોફ્ટવેરના માધ્યમથી લોકોની તકલીફો દૂર કરવાના ઉદેશ્યથી બનાવી હતી.