નિર્ભયા કેસના ત્રણ આરોપીએ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો દરવાજો ખખડાવ્યો છે. મુકેશ સિવાયના અક્ષય, પવન અને વિનયે તેમના ડેથ વોરંટને અટકાવવા માટે ICJનો દરવાજો ખખડાવ્યો છે. તિહાર જેલ પ્રશાસને નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. જેલ અધિકારીઓએ ઉત્તર પ્રદેશના મેરઠ નિવાસી પવન જલ્લાદને ફાંસી આપવાના ત્રણ દિવસ પહેલા 17 માર્ચે તિહાર જેલ આવીને રિપોર્ટ કરવા માટે કહ્યું છે. તેમના આવ્યા બાદ અધિકારીઓ એક વાર ફરી ડમી ફાંસી આપીને ટેસ્ટિંગ કરશે. આ મહિનાની શરૂઆતમાં દિલ્હીની કોર્ટે ચારેય આરોપી મુકેશ(32), પવન ગુપ્તા(25), વિનય શર્મા (26) અને અક્ષય સિંહ (31)ને 20 માર્ચની સવારે 5.30 વાગ્યે ફાંસી આપવાનું વોરંટ જાહેર કર્યું હતું.

 

કાયદાના વિકલ્પોના બચ્યાં હોવાના કારણે ફાંસીની તારીખ પહેલા ત્રણ વખત ટાળવામાં આવી હતી. મુકેશ, પવન અને વિનય તેમના પરિવારો સાથે મુલાકાત કરી ચુક્યા છે. જેલ અધિકારીઓએ અક્ષયના પરિવારને ફાંસી પહેલા અંતિમ મુલાકાતની તારીખ વિશે લખ્યું છે.


આરોપીઓના વૃદ્ધ માતા-પિતા, ભાઈ-બહેન તથા બાળકો સહિત 13 પરિવારજનોએ રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ચિઠ્ઠી લખીને ઈચ્છામૃત્યુની માંગ કરી છે. ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે અમારી અપીલને સ્વીકાર કરો અને ભવિષ્યમાં થનારા કોઈ પણ ગુનાને રોકો, જેથી નિર્ભયા જેવી બીજી ઘટના ન બની શકે અને કોર્ટે આવું ન કરવું પડે કે એક સ્થળ પર પાંચ લોકોને ફાંસી આપવી પડે. તેમણે ચિઠ્ઠીમાં લખ્યું કે એવો કોઈ પાપી નથી, જેણે માફ ન કરવામાં આવે.

 

Find out more: