કોરોના વાયરસ ને લઈ સારા સમાચાર આવ્યા જેમાં એક ફ્રેન્ચ સંશોધકે વાઇરસની સારવાર માટેના ઔષધિનું સફળ પરીક્ષણ કરી લીધું હોવાનો દાવો કર્યો છે. આરંભિક અજમાયશ વખતે ધ્યાને આવ્યું છે કે તે ડ્રગ માત્ર છ દિવસમાં વાઇરસને સંક્રમિત થતો અટકાવે છે. પ્રોફેસર ડાઇડર રાઉલ્ટે પોતાની અજમાયશ અંગેનો વીડિયો શેર કરીને આ માહિતી આપી છે. રાઉલ્ટ તે ચેપી રોગોના નિષ્ણાત છે. ફ્રેન્ચ સરકારે તેમને કોવિડ-૧૯ની સંભવ સારવાર શોધી કાઢવાની કામગીરી સોંપી હતી.
૨૪ દર્દીઓને આ સારવાર આપવામાં આવી હતી. સારવાર લેવા તેઓ સ્વૈચ્છિક રીતે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમને ૧૦ દિવસ સુધી પ્રતિદિન ૬૦૦ એમસીજી ડોઝ આપવામાં આવ્યો હતો. કેટલાક કિસ્સામાં આ ઔષધિ અન્ય દવાઓ સાથે રીએક્શન કરતું હોવાથી અને દર્દીને કોઇ સાઇડ ઇફેક્ટ ના થાય તે હેતુસર દર્દી પર સતત નજર રખાઇ રહી હતી.
કેલિફોર્નિયા સ્થિત કેફિડ કંપની દ્વારા કોવિડ-૧૯ના પરીક્ષણ માટે વિકસાવવામાં આવેલી ટેસ્ટ પદ્ધતિને મંજૂરી મળી ચૂકી છે. તે પરીક્ષણ શરૂ થતાં સંક્રમિત લોકોની ઓળખ ઝડપી બનશે અને ઝડપથી સારવાર આપી શકાશે.