પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારનાં જાહેરાત કરી છે કે કોરોના વાયરસથી બચવા માટે દેશનું 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવશે. આ ખતરનાક વાયરસની વિરુદ્ધ સૌથી મહત્વનું હથિયાર સોશિયલ ડિસ્ટન્સિંગને સખ્ત રીતે લાગુ કરવા માટે આ મહત્વનું પગલું ઉઠાવવામાં આવ્યું છે. આવામાં જાણવું જરૂરી છે કે આ 21 દિવસ દરમિયાન કઈ સેવાઓ ચાલું રહેશે અને કઇ બંધ.

 

હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પાબંધી નથી. કેમિસ્ટની શૉપ, મેડિકલ ઇક્વિપમેન્ટની દુકાનો, લેબ અને રાશનની દુકાનો ખુલ્લી રહેશે. ડૉક્ટરનાં ત્યાં જવાની પરવાનગી હશે. હૉસ્પિટલ, ડિસ્પેન્સરી, ક્લિનિક, નર્સિંગ હોમ ચાલુ રહેશે. જનવિતરણ પ્રમાણીવાળી અને રાશનની દુકાનો ચાલુ રહેશે. ફળો, શાકભાજી, ડેરી અને દૂધ, મીટ અને માછલી, ચારાની દુકાનો ખુલ્લી રહેશે. એ

 

સાર્વજનિક સ્થાન જેવા કે મૉલ, હૉલ, જિમ, સ્પા, સ્પોર્ટ્સ ક્લબ બંધ રહેશે. તમામ રેસ્ટોરન્ટ, દુકાનો બંધ રહેશે. શિક્ષણ સંસ્થાઓ, ટ્રેનિંગ, રીસર્ચ, કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે. ધાર્મિક અને પૂજાસ્થળો બંધ રહેશે. કોઈપણ ધાર્મિક આયોજનની પરવાનગી નથી. સોશિયલ, પૉલિટિકલ, સ્પોર્ટ્સ, એન્ટરટેઇનમેન્ટ, અકેડેમિક, કલ્ચર કાર્યક્રમોની પણ પરવાનગી નહીં થાય. અંતિમ સંસ્કારની સ્થિતિમાં 20થી વધારે લોકોનાં સામેલ થવાની પરવાનગી નહીં હોય.

 

આ ઉપરાંત તમામ પ્રકારનાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ થશે. બસ અથવા ટ્રેન સેવાઓ નહીં ચાલે. બેંક, વીમા ઑફિસો, એટીએમ ખુલ્લા રહેશે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કામ કરતું રહેશે. ટેલિકોમ્યૂનિકેશન, ઇન્ટરનેટ સેવાઓ, બ્રોડકાસ્ટિંગ અને કેબલ, આઈટી સેવાઓમાં કામ થતુ રહેશે, પરંતુ જેટલું થઈ શકે વર્ક ફ્રોમ હોમ કરવાનું હશે.

 

 

Find out more: