ગુજરાતમાં એકબાજુ કોરોના વાયરસની દહેશત ફેલાઈ છે. તેવામાં ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગઈકાલે અમદાવાદ સહિત અનેદ જગ્યાઓએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેવામાં આગામી 24 કલાકમાં પણ વાતાવરમાં પલટો જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે. અને સાથે જ 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં હવે ચોમાસાની સિઝન બાદ શિયાળામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. અને હવે ઉનાળામાં પણ કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયું છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
એટલું જ નહીં થન્ડર સ્ટોર્મ સાથે વીજળી અને ભારે પવન પણ ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છેકે કોરોનાના કાળા કહેર વચ્ચે આવી આગાહી લોકોને રાતે પાણીએ રોવડાવે એવું લાગે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરવાના કારણે લોકોમાં પણ ચિંતા જોવા મળી હતી. ગઇ કાલે પણ ઘણા વિસાતારમાં વરસાદ પડ્યો હતો.