કોરોના સામે લડવા દેશના ઉદ્યોગપતિ સામે આવી રહ્યા છે. ટાટા ટ્રસ્ટે કોરોના સામે જંગ લડવા માટે 500 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ કહ્યું કે, આ માટે ઇમરજન્સી રિસોર્સની જલ્દીથી જલ્ગી આપૂર્તિ થવી જોઇએ. આ પહેલા મેદાંતા ગ્રુપના અનિલ અગ્રવાલે 100 કરોડનું એલાન કર્યું. મહિન્દ્રા ગ્રુપના આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, તેઓ એક મહિનાની સંપૂર્ણ સેલેરી આપશે.
કોરોનાને કંટ્રોલ કરવા માટે દેશના તમામ હોસ્પિટલો માટે ડૉક્ટર્સ, નર્સ અને અન્ય મેડિકલ કર્મી દિવસ રાત કામ કરી રહ્યા છે. તેઓ પોતાના જીવન અને પરિવારની ચિંતા કર્યા વગર દર્દીઓની સેવા કરી રહ્યા છે. ચેપનો ભય એટલો છે કે તેઓ ઘરે જતા નથી. આવી સ્થિતિમાં તેને બે વખત પોતાનું ભોજન યોગ્ય રીતે મળતું નથી. આ સંજોગોમાં ટાટા ગ્રુપની તાજ હોટલે તબીબી કર્મચારીઓ, મુંબઇમાં દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી છે.
મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ટ્વિટમાં BMC એ કહ્યું કે અમે તાજ કેટરર્સ સાથે સહયોગ કર્યો છે. તાજ હોટલ વતી, બીએમસી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ, ડોકટરો અને અન્ય તબીબી કર્મચારીઓને ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.