રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોરોના વાઈરસ સામે લડવા માટે એક મહિનાનુ વેતન પ્રધાનમંત્રી રાહત ફંડમાં દાન આપવાની જાહેરાત કરી છે. આ સાથે તેમણે સંકટની આ ઘડીમાં લોકોને દાન આપવાની પણ અપીલ કરી છે. રાષ્ટ્રપતિ ભવને ટ્વિટ કરી આ અંગેની માહિતી આપી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનના અન્ય કર્મચારીઓ પણ PM CARES ફંડમાં યોગદાન આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આ યોગદાન બદલ પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તમારા આ યોગદાન બદલ રાષ્ટ્રપતિજી તમારો આભાર
કોરોના વાયરસ સામે લડવા ભારતીય રેલવેના 13 લાખ કર્મચારીઓ PM CARES ફંડમાં તેમના એક દિવસના વેતનનું દાન કરશે.તમામ 13 લાખ કર્મચારીઓના એક દિવસનું આશરે રૂપિયા 151 કરોડનું ભંડોળ કોરોના સામે લડવા PM CARES ફંડમાં આપવામાં આવશે. આ ઉપરાંત રેલવે પ્રધાન પિયુષ ગોયલ, એમઓએસ સુરેશ અંગાડી એક મહિનાનું વેતન ડોનેટ કરશે.
તેમજ કોટક મહિન્દ્રા બેન્કના મેનેજીંગ ડિરેક્ટર ઉદય કોટકે કોરોના વાઈરસ સામે લડવા પ્રધાનમંત્રી રાહત ફંડ રૂપિયા 25 કરોડ આપવાની જાહેરાત કરી છે.