કોરોના વાયરસનાં કારણે દેશભરમાં લૉકડાઉનને જોતા મહારાષ્ટ્ર સરકારે 1 એપ્રિલ એટલે કે ‘એપ્રિલ ફૂલ ડે’ને લઇને ચેતવણી જાહેર કરી છે. મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે એક એપ્રિલનાં એપ્રિલ ફૂલ બનાવવા માટે કોઈપણ પ્રકારની અફવા અથવા પ્રેંક કરનારાઓની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. દુનિયાભરમાં એપ્રિલ ફૂલ ડેનાં પહેલા મેસેજ અને શાયરી સર્ચ કરવાનો સિલસિલો શરુ થઈ જાય છે.

 

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, એક એપ્રિલના દિવસે એપ્રિલ ફૂલ બનાવવા માટે કોરોના વાયરસથી જોડાયેલી કોઈ અફવા ફેલાવનાર લોકો સામે પોલીસ સાઇબર ક્રાઇમ અંતર્ગત કેસ નોંધશે અને આવા લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલા પૂણે પોલીસ તરફથી લોકોને ચેતવણી જાહેર કરવામાં આવી હતી. પૂણે પોલીસે કહ્યું હતું કે જે લોકો એપ્રિલ ફૂલના દિવસે પ્રૈંક કે સોશિયલ મીડિયા પર મજાકના નામે અફવા ફેલાવવા કે કોરોના વાયરસના સંબંધમાં ખોટી જાણકારી આપશે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

 

આ માટે પોલીસ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. પૂણે પોલીસ દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ એપ્રિલ ફૂલના નામે કોરોના વાયરસથી સંબંધિત કોઈ ખોટી જાણકારી ફેલાવશે તો તેની સામે IPCની કલમ 188 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. આ કલમ અંતર્ગત અફવા ફેલાવનારને 6 મહિનાની જેલની સજા અને 1 હજાર રુપિયાનો દંડ કે બંને થઈ શકે છે. પુણે પોલીસે આ સંબંધિત નોટિફિકેશન જાહેર કર્યું છે. 

Find out more: