નિઝામુદ્દીનમાં તબલીગી જમાતનાં મરકઝમાં ભાગ લેનારા 8 લોકોનાં કોરોના વાયરસથી મોત થયા બાદથી જ દેશનાં એ તમામ રાજ્યોમાં હડકંપ મચ્યો છે, જ્યાંથી લોકો જમાl માટે માર્ચનાં વચગાળામાં દિલ્હી ગયા હતા. અત્યાર સુધી 2100 લોકોથી વધારેની ઓળખ કરવામાં આવી છે, જે મરકઝ ગયા હતા. તેલંગાના સરકારનું અનુમાન છે કે રાજ્યમાંથી લગભગ 1000 લોકો નિઝામુદ્દીનમાં જમાતમાં ભાગ લેવા ગયા હતા. આ જ રીતે હિમાચલ પ્રદેશ સરકારે એવા 17 લોકોને ચિન્હિત કર્યા છે. યૂપીમાં પણ ઓછામાં ઓછા 19 જિલ્લાથી લોકો જમાતમાં ભાગ લેવા આવ્યા હતા.
ગૃહ મંત્રાલયે મંગળવારનાં જણાવ્યું કે, 21 માર્ચ સુધી નિઝામુદ્દીન મરકઝમાં કુલ 1746 લોકો હતા, જેમાં 216 વિદેશી પણ હતા. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે નિઝામુદ્દીન મરકઝ ઉપરાંત તબલીગી જમાતનાં દેશનાં અન્ય મરકઝોમાં 824 વિદેશી હતા. મંત્રાલય અનુસાર આ વર્ષે લગભગ 2100 વિદેશી તબલીગી જમાતનાં કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ભારત આવ્યા. આમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ, નેપાળ, મ્યાંમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા, કિર્ગિસ્તાન જેવા દેશોનાં લોકો સામેલ હતા. તબલીગી ગતિવિધિઓમાં ભાગ લેવા માટે ભારત આવનારા વિદેશી સૌથી પહેલા ખાસ કરીને દિલ્હીનાં નિઝામુદ્દીનમાં બંગલાવાળી મસ્જિદ સ્થિતિ તબલીગી મરકઝને રિપોર્ટ કરે છે. ત્યારબાદ જ તેઓ કોઇ બીજા મરકઝમાં જાય છે.
ગૃહ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે 28 માર્ચનાં જ કેન્દ્રએ તમામ રાજ્યની પોલીસને કહ્યું છે કે તબલીગી જમાતમાં ભાગ લેનારા લોકોની ઓળખ કરે અને તેમની મેડિકલ તપાસ કરીને જરૂર પડે તો ક્વોરન્ટીન કરે. મંત્રાલયે મંગળવારનાં જણાવ્યું કે અત્યાર સુધી દેશભરમાં આવા 2,137 લોકોની ઓળખ થઈ ચુકી છે. જે લોકોની તપાસ ચાલી રહી છે.