કોરોનાના કહેરથી દેશ હાલ લોકડાઉનમાં ફસાઈ ગયો છે. દેશમાં અમુક લોકો એવા પણ છે જેમને આ નામ કાયમ માટે પોતાની સાથે રાખવું છે. ઉત્તર પ્રદેશના બે અલગ-અલગ પરિવારે તેમના સંતાનના નામ ‘લોકડાઉન’ અને ‘કોરોના’ રાખ્યા છે. આ નામ સાભળતા જ લોકો પોતાની જાતને સુરક્ષિત રાખવા માંગે છે ત્યારે આ સમાચાર સામે આવતા લોકચર્ચાનો વિષય બન્યો છે. 

 

સોમવારે ઉત્તર પ્રદેશના ખુખુંડુ ગામમાં એક પરિવારને ત્યાં દીકરાનો જન્મ થયો હતો. આ બેબી બોયને પરિવારે ‘લોકડાઉન’ નામ આપ્યું છે. પિતા પવને કહ્યું કે, દીકરાનો જન્મ લોકડાઉન દરમિયાન થયો છે. અમે બધા પીએમ મોદીના પ્રયત્નોનું સન્માન કરીએ છીએ.  લોકડાઉન દેશની ભલાઈ માટે જ છે, આથી અમે પુત્રનું નામ લોકડાઉન રાખવાનું વિચાર્યું. દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ પૂરી થઇ ગયા બાદ અમે દીકરાનું નામકરણ રાખીશું.

 

ગયા વર્ષે ગોરખપુરમાં પણ એક દીકરીનો જન્મ થયો હતો, જેને તેના કાકા નીતેશ ત્રિપાઠીએ ‘કોરોના’ નામ આપ્યું હતું. નિતેશે કહ્યું કે, આ દીકરી હાલની પરિસ્થિતિ આખી જિંદગી યાદ અપાવશે, આ માટે મેં તેની માતાની પરવાનગી પણ લીધી છે. કોરોના વાઇરસ ઘણો જોખમી છે, આજ સુધી તેની દવા શોધાઈ નથી અને તેનો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. કોરોનાને લીધે ઘણી સારી વાતો પણ સામે આવી છે. લોકો ઘરે બેસીને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે અને આખા વિશ્વના લોકો આ મહામારી સામે લડવા એક થઇ ગયા છે.  

 

Find out more: