પીએમ નરેન્દ્ર મોદીએ પાંચ એપ્રિલ એટલે કે આજે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી લાઈટ બંધ કરી દીપ પ્રગટાવવા માટે અપીલ કરી છે. પીએમની આ અપીલ બાદ અનેક પાવરગ્રીડ ઉડી જવા સહિતની ચર્ચાઓ થવા લાગી છે. તેવામાં ગુજરાતના ઊર્જા વિભાગે દીપ પ્રગટાવવા અને લાઈટ બંધ કરવાને લઈ ગાઈડલાઈન બહાર પાડી છે.
આજે લાઈટ બંધ રાખવાને લઈ સોશિયલ મીડિયામાં પાવરગ્રીડ અને ટ્રાન્સમીટર ઉડી જવાને લઈને અનેક ચર્ચાઓ ઉઠી છે. તેવામાં લાઈટ બંધ કરવા મામલે ગુજરાતના ઊર્જા વિભાગે એક ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈનમાં ઊર્જા વિભાગે ઘરમાં ટીવી, ફ્રિજ અને એસી બંધ ન કરવા માટે જણાવ્યું છે. તો સાથે જ મહાનગરપાલિકા, ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓને સ્ટ્રીટ લાઈટ ચાલુ રાખવા માટે પણ જણાવ્યું છે.
આ ઉપરાતં ઊર્જા વિભાગે રાજ્યના તમામ નાગરિકોને ચિંતામુક્ત રહેવા માટે જણાવ્યું છે. સાથે જ કહ્યું છે કે વોલ્ટેજ અને ફ્રિકવન્સી વેરિએશન હેન્ડલ કરવા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સાથે જ હોસ્પિટલો અને અન્ય જરૂરી સેવાઓ માટે લાઈટ ચાલુ રહેશે તેવું પણ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે.