પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં 21 દિવસનાં લૉકડાઉનની જાહેરાત કરી હતી. સામાન્ય જનજીવન તો સંપૂર્ણ રીતે ઠપ્પ થયું જ, પરંતુ વેપારની સ્પીડ પણ કાચબા જેવી થઈ ગઈ. લોકડાઉન ખત્મ થશે કે નહીં, આ નિર્ણય આ અઠવાડિયે લઇ લેવામાં આવશે. એવું પણ થઈ શકે છે કે સરકાર એ તમામ વિસ્તારોમાં પોતાની ઑફિસો ખોલી દે જ્યાં કોરોનાનાં કેસ નથી. સોમવારનાં કેબિનેટ મીટિંગમાં પીએમ મોદીએ ઇશારો કર્યો કે લોકડાઉન બાદ તબક્કાવાર સરકારી ઑફિસ ખોલી શકાય છે.
પ્રધાનમંત્રીએ સોમવારનાં કેબિનેટ મીટિંગમાં મંત્રીઓ સાથે આ સંબંધમાં એક પ્લાન તૈયાર કરવા કહ્યું છે. લૉકડાઉનનો સૌથી વધારે માર પડ્યો ખેડૂતો પર, જેમના પાકની કાપણી થવાની હતી અથવા કાપણી થઈને પાક ખેતરમાં પડ્યો હતો. લૉકડાઉનમાં તેઓ પરેશાન છે અને કરે તો કરે શું. આવામાં ખેડૂતોને મદદ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને ખાસ સલાહ આપી છે.
પીએમ મોદીએ કહ્યું કે, “જરૂરી દવાઓનું ઉત્પાદન ઠીક સમયે થાય અને પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ પણ જલદી બને. જરૂરી વસ્તુઓની સપ્લાય લાઇન્સ ચાલુ રહેવા અને ઉપલબ્ધતા માટે માઇક્રો લેવલ પર પ્લાનિંગ કરવાની જરૂર છે.” તેમણે કહ્યું કે, “લૉકડાઉન ખત્મ થયા બાદ પેદા થનારી સ્થિતિ માટે રણનીતિ બનાવવી જરૂરી છે.