સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોના વાયરસની તપાસ મફતમાં થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા આદેશ કર્યો છે. વડી અદાલતે કહ્યું છે કે, ખાનગી લેબ પણ જીવલેણ કોરોના વાયરસની તપાસ કરવામાં વધારે પૈસા ના વસુલે. કોરોના મામલે કેસની સુનાવણી દરમિયાન અદાલતે ડૉક્ટરોને યોદ્ધા ગણાવતા તેમની સુરક્ષાની વ્યવસ્થા કરવા પણ કેન્દ્રને નિર્દેશ આપ્યા છે.
કોરોના વાયરસની તપાસને લઈને પ્રાઇવેટ લૅબ્સ દ્વારા લેવામાં આવતાં 4500 રૂપિયાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાદલ અરજી પર સુનાવણીમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તપાસ માટે રૂપિયા નહીં લઈ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રાઇવેટ લૅબને કોરોના તપાસ માટે રૂપિયા લેવાની મંજૂરી ન હોવી જોઈએ. આ મુદ્દે આદેશ જાહેર કરશે.
આપને જણાવી દઇએ કે ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરી પૈસા વસુલી રહી હોવાના વિરૂદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી હાથ ધરતા જસ્ટિસ ભૂષણે કહ્યું હતું કે, COVID-19 માટે લોકોના પરીક્ષણ માટે પૈસા વસુલવાની મંજૂરી નથી આપતા. જેનાથી આમ લોકો પાસે મન ફાવે તેટલા પૈસા ખાનગી લેબ વસૂલી ના શકે.