વાયરસના કારણે દુનિયાના મોટા ભાગના દેશોએ પોતાના દેશમાં લોકડાઉન જાહેર કરી દીધુ છે અને કેટલાક દેશોની સરકાર આજે પણ પોતાના નાગરીકોને પરત લાવવા માટે મંથામણ કરી રહી છે. આ દરમિયાન ભારત સરકાર પાસે બ્રિટનની સરકારે પોતાના 3 હજાર બ્રિટિશ નાગરિકોની વતન વાપસીની વ્યવસ્થા કરી છે. આ માટે બ્રિટિશ સરકારે 12 ફ્લાઇટની વ્યવસ્થા પણ કરી દીધી છે અને આ માટે ભારત સરકારે પરવાનગી પણ આપી દીધી છે.

 

લોકડાઇનને કારણે દેશમાં ઘણા વિદેશી નાગરીકો પણ ફસાઇ ગયા છે. દેશના અલગ અલગ શહેરોમાં 3 હજાર બ્રિટિશ નાગરિકો ફસાયેલા છે. જેમને પરત લાવવા માટે બ્રિટન સરકારે 12 ફ્લાઈટની વ્યવસ્થા કરી છે. આ માટે 13 એપ્રિલે અમદાવાદથી પ્રથમ ફ્લાઈટ ઉપડશે. બીજી ફ્લાઈટ 15 એપ્રિલે અમદાવાદથી ઉપડશે અને 17 એપ્રિલે હૈદરાબાદથી ત્રીજી ફ્લાઈટ ઉપડશે જે અમદાવાદથી થઇને જશે.

 

– ગુજરાત સહિત ભારતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટે ખાસ વ્યવસ્થા,
– ભારતમાં ફસાયેલા 3000 બ્રિટિશ નાગરિકો માટે વ્યવસ્થા,
– ગુજરાતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટે અમદાવાદ એરપોર્ટથી 3 ફ્લાઇટ બ્રિટિશ જશે,
– પ્રથમ ફ્લાઇટ 13 એપ્રિલે અમદાવાદથી ઉપડશે,
– બીજી ફ્લાઇટ 15 એપ્રિલે અમદાવાદથી લંડન જશે,
– ત્રીજી ફ્લાઇટ 17 એપ્રિલે હૈદરાબાદથી વાયા અમદાવાદ થઈ લંડન જશે,
– 12 ફ્લાઇટ દ્વારા ભારતમાં અલગ અલગ શહેરોમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને બ્રિટન લઇ જવાશે,
– ગોવા-લંડન, ગોવા-મુંબઈ-લંડન, કોલકત્તા-દિલ્હી-લંડન, અમૃતસર-લંડન, અમદાવાદ-લંડન, હૈદરાબાદ-અમદાવાદ-લંડન, ચેન્નાઇ-બેંગલુરુ-લંડન, ત્રિવેન્દ્રમ-કોચી-લંડન.

Find out more: