દેશમાં તમામ લોકો 14 એપ્રિલ પછી પણ લોકડાઉન રહેશે કે કેમ એને લઈને ચર્ચાએ ખુબ જોર પકડ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ કોરોનાની શું હાલત છે એને લઈને એક બેઠક બોલાવી હતી. બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓને બોલાવીને ચર્ચા વિચારણ કરવામાં આવી હતી. PM મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી આ મિટિંગમાં મોદીએ ઘરેથી બનાવેલું માસ્ક પહેર્યું છે. આ બેઠકમાં મોટાભાગના રાજ્યોના મુખ્યમંત્રીઓએ લોકડાઉનને વધારવાને લઇ સહેમતી આપી હતી.
બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સહિતના અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ લોકડાઉન વધારવા માટેની સલાહ આપી હતી. કેજરીવાલે માંગ કરી છે કે રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન ચાલુ રહે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારની આર્થિક મદદ માંગી છે.
ઉલ્લેખનિય છેકે કોરોના સંકટને જોતા 24 માર્ચે દેશમાં 21 દિવસો માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. 25 માર્ચથી શરૂ થયેલ દેશવ્યાપી લોકડાઉનનો છેલ્લો દિવસ 14 એપ્રિલ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના અલગ-અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોન્ફેંસિંગ દ્વારા બેઠક કરી હતી, જેમાં લોકડાઉનને આગળ વધારવા પર ચર્ચા થઇ હતી.