કોરોના વાયરસનાં કેસ ગુજરાતમાં વધતા જાય છે સરકારે પણ લોક ડાઉન વધારવાની વિચારણા કરી રહી છે ત્યારે રાજ્યમાં લોકોને જીવનજરૂરીયાતની વસ્તુઓ અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિન કુમારે કહ્યું કે,રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર ફ્રીમાં અપાશે.ગુજરાતમાં વધુમાં વધુ દર્દીઓની ઓળખ થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ કિસાન યોજના હેઠળ 47 લાખ 81 હજાર ખેડૂતોને રૂ.2000નો પ્રથમ હપ્તો ચૂકવવામાં આવ્યો છે. જ્યારે રૂ. 1,182 કરોડના ખર્ચે ગરીબોને અનાજ પહોંચાડવામાં આવશે.

 

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 23 કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે. જ્યારે કલોલ તાલુકના રાંચરડા ગામમાં 6 વર્ષના બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં કોઈ સીધો સંપર્ક જોવા મળ્યો નથી અને બાળકની તબિયત સ્થિર છે.

 

રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 493 દર્દીમાંથી 23ના મોત થયા છે. જ્યારે 422ની હાલત સ્થિર અને 4 દર્દી વેન્ટીલેટર પર છે. 24 કલાક દરમિયાન 2663ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 61 પોઝિટિવ અને 2486 નેગેટિવ આવ્યા છે જ્યારે 116 રિપોર્ટ પેન્ડીગ છે. તેમ અત્યાર સુધીમાં 10994 ટેસ્ટ કર્યાં, 493 પોઝિટિવ, 10397 અને 116 પેન્ડીગ છે.

 

Find out more: