દેશમાં કોરોનાના કેસ દિવસે અને દિવસે વધી જ રહ્યા છે. આ સાથે જ સરકાર પણ જરૂરી પગલાં ભરી રહી છે. તો વળી વિપક્ષ સવાલો પર સવાલો પણ કરી રહી છે. તેમજ ગરીબો માટે અનાજની વ્યવસ્થા કરવાની માગ કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ આજે કોરોના પછી પહેલી વખત આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પોતાની વાત રાખી હતી. તેમજ લોકડાઉન પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા
કોંગ્રેસ નેતા રાહુલે કહ્યું કે, મે છેલ્લા 2 મહિનામાં ઘણા હેલ્થ એક્સપર્ટ સાથે વાત કરી છે. લોકડાઉન માત્ર એક પોઝ બટન છે. કોરોના સંકટનું સોલ્યુશન લોકડાઉન નથી. જ્યારે લોકડાઉનમાંથી બહાર નીકળશું તો ફરીથી તેની અસદ બતાવવાનું શરુ કરશે. લોકડાઉન તમને એક મોકો આપે છે કે, તમે તૈયારી કરી શકો.
રાહુલ ગાંધીએ આગળ વાત કરી કે, કોરોનાને હરાવવા માટે ટેસ્ટની સંખ્યા વધારવી પડશે. તેમજ વાયરસથી આગળ રહીને કામ કરવું પડશે. સરકારે ટેસ્ટ માટે એક રણનિતી બનાવવી જોઈએ. જેથી કરીને કોરોના પીડિત કોઈ પણ વ્યક્તિ બહાર રખડી ન શકે અને બીજાને ફેલાવી ન શકે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, “ખાદ્ય સુરક્ષાનો એક રસ્તો તૈયાર કરો. ન્યાય યોજનાની માફક 20 ટકા ગરીબોને સીધા પૈસા આપવામાં આવે. કેમકે ગરીબોને મુશ્કેલી પડી રહી છે અને પડશે. ન્યાય યોજનાની જગ્યાએ કોઈ બીજું નામ રાખી દો. બેરોજગારી શરુ થઈ ગઈ છે અને આનું ઘણું ગંભીર રૂપ આવવાનું છે. રોજગાર આપનારા માટે પેકેજ તૈયાર કરો. મોટી કંપનીઓ માટે પેકેજ તૈયાર કરો.” રાહુલ ગાંધીએ કહ્યું કે લોકડાઉન બાદની રણનીતિ પર ધ્યાન આપવું જરૂરી છે.