કોરોનાના સંકટ વચ્ચે રાજ્યની સ્થિતિ અંગે માહિતી આપવા CMO સચિવ અશ્વિની કુમારે આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાજ્યમાં 35 હજારથી વધુ ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા છે. GIDC ફેક્ટરીઓ ફરી ધમધમી રહી છે. GIDCમાં 50 ટકા સુધી પાણી અપાયું છે. 

                     

તેમણે કહ્યું કે એક્સપોર્ટ કરતા ઉદ્યોગોને પણ જલ્દી શરૂ કરાશે. 25 એપ્રિલથી શરૂ કરવા CMની મંજૂરી મળી છે. ઉપરાંત NFSA કાર્ડ ધારકો માટે સારા સમાચાર આપતા કહ્યું કે 66 લાખ કુટુંબોને મફત ઘઉં અને ચોખા મળશે. વ્યક્તિદીઠ સાડા 3 કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા અપાશે. અશ્વિની કુમારે કહ્યું કે સસ્તા અનાજની દુકાનો પર મફત રાશન મળશે. જે 25 એપ્રિલથી 29 એપ્રિલ સુધી મળશે. આ સિવાય તેમણે કહ્યું કે મિસ્ત્રી, એસી રિપેરિંગની કામગીરી પણ જલ્દી શરૂ થશે. આ સિવાય મોટર મિકેનીકની પણ કામગીરી જલ્દી શરૂ કરવામાં આવશે. 

 

અશ્વિની કુમારે જણાવ્યું કે મુખ્યમંત્રી સીએમ વિજય રૂપાણી આ અંગે જલ્દી નિર્ણય કરશે. ઉપરાંત પ્લમ્બર અને મોબાઇલ રિચાર્જ માટે પણ જલ્દી છુટ આપવામાં આવશે. એક્સપોર્ટના ઓર્ડર ધરાવતી કંપનીઓ માટે પણ સારા સમાચાર છે. એક્સપોર્ટ કંપનીને પણ જલ્દી છુટ આપવામાં આવશે. પરંતુ તે માટે કંપનીઓ પાસે એક્સપોર્ટનો ઓર્ડર હોવો જરૂરી છે. તેમણે કહ્યું કે તમામ ઉદ્યોગોએ કલેક્ટરને અરજી કરવાની રહેશે.

Find out more: