વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામડાઓ માટે જ આજે પંચાયતી રાજ દિવસ પર બે મહત્વની યોજનાઓનો શુભારંભ કર્યો છે. શું તમે જાણો છો આ બે યોજનાથી પારિવારીક મીલકતને લઇને ચાલતા વિવાદનો અંત આવશે. આ બન્ને યોજના સ્વામિત્વ યોજના અને ઇ-ગ્રામ સ્વરાજ એપ વિશે જાણો વિગતે.

 

*સ્વામિત્વ યોજના

સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ આવાસો અને પ્રોપર્ટીનું મેપિંગ કરવામાં આવશે. આ મેપિંગ ડ્રોન દ્વારા થશે. જેમાં દરેક પ્રોપર્ટીનો હિસાબ કિતાબ રહેશે. પ્રોપર્ટીના માલિકને ટાઈટડ ડીડ મળશે અને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે

 

સ્વામિત્વ યોજના હાલ છ રાજ્યો જેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમ કર્ણાટક, મધ્ય પ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડમાં લોંચ કરવામાં આવી રહી છે. એક રીતે આ પાયલટ પ્રોજેક્ટ છે. આ રાજ્યોમાં રોજનાની સફળતા બાદ તેને દેશભરમાં લાગુ કરવામાં આવશે.

 

*ઇ-ગ્રામ સ્વરાજ એપ અને પોર્ટલ

બીજી યોજના છે ઈ-ગ્રામ સ્વરાજ એપ અને પોર્ટલ. ઈ-ગ્રામ સ્વરાજ યોજનાની ખાસિયત એ છે કે, તેમાં ગ્રમ પંચાયત અને ગામ સાથે સંબંધીત એકે એક બાબતની વિગત રહેશે. જેવી રીતે કે ગામમાં કયો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, પ્લાનિંગ કયા સ્ટેજ પર છે, કેટલું ફંડ તેમાં રોકાયુ છે, ક્યાં સુધીમાં તે પુરો થશે, કેટલા પિએસા અને ક્યાં ખર્ચ કરવામાં આવી રહ્યા છે તે તમામ બાબતોની જાણકારી ઈ-ગ્રામ સ્વરાજ એપ દ્વારા મળશે. ગામનો દરેક વ્યક્તિ આ મેપના માધ્યમથી પોતાની પંચાયતની જાણકારી ઘરે બેઠા જ રાખી શકશે.

 

વડાપ્રધાનના જણાવ્યા પ્રમાણે આ યોજનાથી પારદર્શિતા વધશે અને લોકો ગ્રામ પંચાયતના કામમાં સારી રીતે સહભાગી બનશે. આ યોજનાનું લોંચિંગ કરતી વખતે વડાપ્રધાન દેશની સવા લાખ પંચાયતો સાથે બ્રોડબેંડ કનેક્ટિવિટી દ્વારા વીડિયો કોન્ફરસિંગ મારફતે જોડાયા હતાં.

Find out more: