કોરોના વાયરસે દેસમાં હાહાકાર મચાવ્યો છે. વાયરસ સામે લડવા ચીન હવે બીજા દેશોને મેડિકલ ક્ષેત્રનો જરૂરી સામાન મોકલી રહી છે. આ કડીમાં ભારતે પણ ચીનથી ટેસ્ટ કિટ મંગાવી હતી. તાજેતરમાં કોરોના વાયરસ સંક્રમણની તપાસ માટે હાલમાં જ કેન્દ્ર સરકારે ચીનથી લગભગ 5.5 લાખ લિક્વીડ એન્ટીબોડી ટેસ્ટ કિટ ભારત આવી હતી. પરંતુ વિવિધ રાજ્યોમાં આ કીટ ખરાબ સાબિત થઇ છે. હવે ચીની કંપનીઓએ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે.

 

જે બે કંપનીઓએ લિક્વિડ એન્ટીબોડી ટેસ્ટ ભારતમાં મોકલ્યા છે, તેઓએ તપાસ એજન્સીઓને સહયોગ કરવાની વાત કરી છે. અલગ અલગ નિવેદનોમાં ગ્વાંગઝુ વોંદફો બાયોટેક અને લિવઝોન ડાયગ્નોસ્ટિકે કહ્યું કે, તેઓ પોતાના ઉત્પાદન માટે ગુણવત્તાના નિયમોનું કડકાઈથી પાલ કરી રહ્યાં છે. કંપનીએ કહ્યું કે, સટિક પરિણામ મેળવવા માટે કીટને રાખવા અને તેના ઉપયોગ કરવા માટે ખાસ દિશા-નિર્દેશનું પાલન કરવુ જોઈએ.

 

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના સૂત્રોનું કહેવુ છે કે, ચીનથી આવેલા ખરાબ લિક્વિડ એન્ટીબોડી ટેસ્ટ કિટની પ્રાથમિક તપાસ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા કરી શકે છે. વિભાગને તેના સેમ્પલ આપવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે, ચીની કંપનીઓના અધિકારીઓથી વીડિયો કોલિંગના માધ્યમથી પૂછપરછ થઈ શકે છે.

 

દેશની ટોચની તબીબી સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે મંગળવારે રાજ્યોને સૂચના આપી હતી કે, જ્યા સુધી આ સંબંધે પાસ ન થઈ જાય, ત્યા સુધી બે દિવસ માટે કિટનો ઉપયોગ રોકી દેવામાં આવે.

Find out more: