જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં શનિવારના રોજ સુરક્ષાબળો તથા આતંકવાદીઓની વચ્ચે અથડામણમાં બે આતંકવાદી અને તેમનો એક કટ્ટર સાથી ઠાર થયો. પોલીસ અધિકારીઓએ કહ્યું કે સુરક્ષાબળોએ દક્ષિણ કાશ્મીરમાં અવંતીપુરાના ગોરીપુરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરની સટીક માહિતી મળી હતી ત્યારબાદ તેમણે શનિવાર વહેલી સવારે વિસ્તારની ઘેરાબંધી કરી અને સર્ચ અભિયાન ચલાવ્યું હતું.
સર્ચ અભિયાન દરમ્યાન એ સમયે અથડામણ શરૂ થઇ ગઇ જ્યારે આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ગોળીઓ ચલાવાનું શરૂ કર્યું ત્યારબાદ સુરક્ષાબળોએ પણ જવાબી કાર્યવાહી કરી. અધિકારીઓએ કહ્યું કે અથડામણમાં બે આતંકવાદી અને આતંકવાદીઓનો એક કટ્ટર સાથી મોતને ભેટ્યો. આ અથડામણ હજુ ચાલુ છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
જોકે, હજુ આ અંગે વધુ વિગતો પ્રાપ્ત થઈ નથી. આ સાથે જ એપ્રિલ મહિનામાં આતંકવાદીઓ સાથેની આ છઠ્ઠી અથડામણ હતી. અત્યાર સુધીમાં 20 આતંકવાદીને મારી નાંખવામાં આવ્યા છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી હતી.