દેશભરમાં કોરોના વાયરસ મહામારીનો ખોફ સતત વધતો રહ્યો છે. કોરોના વાયરસના નવા પોઝિટિવ દર્દી આવવાની સાથે દેશમાં કુલ કેસની સંખ્યા 26 હજારને પાર 26283 પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. શનિવારે દેશભરતમાં નવા દર્દીઓમાંથી આશરે અડધા એટલે કે 811 નવા પીડિતો માત્ર મહારાષ્ટ્રથી છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો રેકોર્ડ 7628 સુધી પહોંચી ગયો છે. તો સરકારનું કહેવું છે કે કોરોના મામલાના દરરોજનો ગ્રોથ રેટ ઘટીને 6 ટકા સુધી રહી ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે શુક્રવારે સાંજથી શનિવાર સાંજ સુધી કોરોના વાયરસના સંક્રમણથી 56 લોકોના મોત થયા છે, જે અત્યાર સુધી આ સમયગાળો (24 કલાકમાં) થયેલા સૌથી વધુ મોતો છે. 799 લોકોના કોવિડ 19થી મોત થયા છે જ્યારે કુલ 26,194 કોરોનાથી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. 5200થી વધુ લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. આ રીતે દર્દીઓના સંક્રમણથી મુક્ત થવાનો દર 20 ટકાથી વધુ છે. મંત્રાલયે જણાવ્યું કે, દરરોજ સંક્રમિતોની સંખ્યા વધવાનો દર ઘટીને 6 ટકા પહોંચી ગયો છે, જે દેશમાં 100 મામલા આવ્યા બાદ સૌથી ઓછો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે શુક્રવારે સાંજથી શનિવાર સાંજ સુધી કોરોના વાયરસના સંક્રમણથી 56 લોકોના મોત થયા છે, જે અત્યાર સુધી આ સમયગાળો (24 કલાકમાં) થયેલા સૌથી વધુ મોતો છે. 799 લોકોના કોવિડ 19થી મોત થયા છે જ્યારે કુલ 26,194 કોરોનાથી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે.