કોરોના વાયરસના સંક્રમણના મામલો વચ્ચે આજે એક સારા અને રાહતના સમાચાર આવ્યા છે. પૂર્વોત્તરના પાંચ રાજ્ય કોરોના મુક્ત થયા છે.કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે જાણકારી આપતા કહ્યું હતું કે, પૂર્વોત્તરના આઠ રાજ્યોમાંથી 5 સંપૂર્ણપણે કોરોના વાયરસથી મુક્ત થયા છે. બાકીના ત્રણ રાજ્યોમાં છેલ્લા અનેક દિવસોથી સંક્રમણના કોઈ નવા કેસ સામે આવ્યા નથી. જેથી ત્યાં પણ રાહતના સમાચાર છે.
જિતેન્દ્ર સિંહ પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રી પણ છે. તેમણે પૂર્વોત્તર પરિષદ, શિલોંગના વરિષ્ઠ અધિકારીઓની સાથે વિવિધ સરકારી નિકાયો અને સાર્વજનિક ઉપક્રમોના પ્રતિનિધિઓની સાથે વીડિયો કોન્ફરન્સ થકી બેઠક બાદ તેમણે આ માહિતી આપી હતી. કેન્દ્રિય મંત્રીના જણાવ્યા પ્રમાણે પૂર્વોત્તરના પાંચ રાજ્યોમાં સિક્કિમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને ત્રિપુરા સંપૂર્ણ પણે કોરોના વાયરસથી મુક્ત છે.
આ ઉપરાંત ત્રણ અન્ય રાજ્ય અસમ, મેઘાલય અને મિઝોરમમાં કોરોના વાયરસમાં ક્રમશઃ આઠ, 11 અને એક મામલો સામે આવ્યો છે. જિતેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું હતું કે બધા દર્દીઓ સાજા થયા છે. રવિવાર રાત પછી નવા કોઈ મામલા સામે આવ્યા નથી.