લોકડાઉનના લીધે દેશના અલગ-અલગ ભાગમાં ફસાયેલા લાખો મજૂરોને ઘરે લાવવાનું કામ શરૂ થઇ ગયું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ અલગ-અલગ સરકારો પોતાના રાજ્યના મજૂરોને પાછા લાવવામાં લાગી ગઇ છે. તેલંગાણાના લિંગમપેલ્લીમાં ફસાયેલા મજૂરોને લાવવા માટે એક સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરાઇ, જો કે આજે રાત્રે ઝારખંડ પહોંચશે. આ ટ્રેનમાં કુલ 1200 મજૂર છે.

 

આપને જણાવી દઇએ કે કેટલીય રાજ્ય સરકારોની તરફથી કેન્દ્રને અપીલ કરી છે કે મજૂરોને પાછા લાવવા માટે સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરાઇ.

 

આ બધાની વચ્ચે તેલંગાણાથી ઝારખંડ માટે ચાલેલી આ ટ્રેનમાં મજૂરોને લાવવામાં આવી રહ્યા છે. શુક્રવારે સવારે 5 વાગ્યે તેલંગાણાના લિંગમપેલ્લીથી આ ટ્રેન ચાલી જે આજે રાત્રે 11 વાગ્યે ઝારખંડના હતિયા પહોંચશે. આ ટ્રેનમાં કુલ 24 કોચ છે. એવામાં આશા વ્યકત કરાઇ રહી છે કે મોટી સંખ્યામાં મજૂરો પાછા પહોંચશે. આ ટ્રેનમાં કુલ 1200 મજૂરોને પાછા લાવવામાં આવી રહ્યા છે. દરેક કોચમાં માત્ર 56 મજૂરોને બેસવાની મંજૂરી આપવામાં આવી છે.

 

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની તરફથી રજૂ કરવામાં આવેલી ગાઇડલાઇન્સના મતે દરેક રાજ્યોને બસો દ્વારા પોતાના ત્યાંના મજૂરોને પાછા લાવવાનું કામ શરૂ કરવું પડશે. આ દરમ્યાન સોશિયલ ડિસ્ટેંસિંગ, ક્વારેન્ટાઇન, સેનેટાઇઝેશન, સ્ક્રીનિંગ સહિત દરેક નિયમનું પાલન કરવું જરૂરી થશે.

Find out more: