ગુજરાતમાં એક દિવસમાં કોરોનાનાં વધુ 326 કેસ નોંધાયા છે. અને છેલ્લાં 24 કલાકમાં વધુ 22 લોકોનાં મોત નિપજ્યા છે. અને દિવસમાં કુલ 123 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં કોરોના પોઝિટિવનો અત્યાર સુધી કુલ આંક 4721 થયો છે. તો અત્યાર સુધી કોરોનાને લીધે 236 લોકોનાં મોત નિપજ્યા છે. અને અત્યાર સુધી રાજ્યમાં કુલ 736 લોકોએ કોરોના સામેની જંગ જીત્યા છે.
છેલ્લા 24 કલાકમાં 326 પોઝિટિવ કેસોની વાત કરીએ તો આ વખતે પણ અમદાવાદમાં સૌથી વધારે કેસો જોવા મળ્યો છે. એક દિવસમાં અમદાવાદમાં 267 પોઝિટિવ કેસો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તો સુરતમાં 26 અને વડોદરામાં 19 કેસો નોંધાયા છે. તો બનાસકાંઠા-બોટાદ-ગાંધીનગર-કચ્છ-પાટણમાં એક-એક કેસ નોંધાયા હતા. જ્યારે મહીસાગરમાં 6, પંચમહાલમાં 3 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાનાં કુલ પોઝિટિવ કેસોનો આંક 4721 થયો છે. જેમાંથી 36 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 3713 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 736 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અને રાજ્યમાં કોરોનાને કારણે કુલ 236 લોકોનાં મોત નિપજ્યા છે. તો 22 લોકોનાં મોતમાંથી 16 મોતતો અમદાવાદમાં જ નિપજ્યા છે.