લોક ડાઉનમાં લોકો ઘરમાં પુરાઈને બેઠા છે ત્યારે ધોમધખતા તાપમાં હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, શનિવારથી સળંગ ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. આજે શુક્રવારનો રાજો રાજ્યમાં ગરમીનો પારો 01 ડિગ્રી જેટલો ગગડયો હતો. છતાં અમદાવાદ સહિત રાજ્યના કુલ સાત શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોચ્યો હતો. આમ એક તરફ લોક ડાઉનના કારણે રસ્તાઓ સૂમસામ બન્યા હતા અને હેવ અગનવર્ષાથી રસ્તાઓ સૂમસામ બન્યાં છે.
આગામી દિવસોમાં હજુ ગરમીમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે. મે મહિનામાં રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર જવાની હવામાન નિષ્ણાતો દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન ખાતા દ્વારા જણાવાયુ છે કે, તા.2, 3 અને 4 મે સુધી સોરાષ્ટ્રમાં રોજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ તેમજ કચ્છ જિલ્લામાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે.