અમદાવાદમાં કોરોનાનો રોજનો પોઝિટીવ કેસનો આંકડો ચોંકાવી દે તેવો છે. હવે એ બધાની વચ્ચે એક બીજા ખરાબ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે. જેલ સિપાઈ, કેદી સિપાઈ સહિત 13 કેસ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામમ મચી ગઈ છે. પાકા કામના 5 અને કાચા કામના 5 કેદી કોરોના સંક્રમિત નીકળ્યા છે. પેરોલ પરથી આવેલા કેદીએ સંક્રમણ ફેલાવ્યું છે. તેમ માનવામાં આવી રહ્યું છે. 

 

 

સાબરમતી સેન્ટ્રલ જેલમા કોરોનએનો પગપેસારો કરતાં દોડધામ મચી ગઈ હતી. 2 જેલ અને 11 કેદી સિપાહી સહીત કુલ 13 પોઝીટીવ કેસ કોરોના પોઝિટીવ આવ્યા છે. 5 પાકા કામના કેદી અને 6 કાચા કામના કેદીના રિપોર્ટર કરતાં પોઝિટીવ આવ્યા હતા. આ બધા પેરોલ પરથી જેલમા આવેલા કેદી હતા અને એમણે જેલમા કોરોનાનુ સંક્રમણ ફેલાવ્યું છે.

 

કોરોનામાં અમદાવાદનું નામ પહેલાથી જ રેડ ઝોનમાં છે. કારણ કે અહીં વધતા કેસો અને સંખ્યા એ ભારતમાં ઘણી વધારે કહી શકાય એટલી છે. સાથે જ ગુજરાતમાં પણ અમદાવાદ ટોપ પર છે. એવામાં હવે બીજા ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કે વધુ 21 સુપર સ્પ્રેડર કોરોના સંક્રમિત મળી આવ્યા છે. અમદાવાદમાં ભાઈપુરાના હરિપુરામાં 21 કેસ પોઝિટીવ આવ્યા છે.

Find out more: