સરકારે 24 દેશમાં કોરોના ને લીધે અટવાઈ પડેલા ભારતીયોને ખાડી દેશો, લંડન, સિંગાપોર, સાન ફ્રાન્સિસ્કો, ન્યૂયોર્ક, વોશિંગ્ટન, શિકાગો, કુઆલાલમ્પુર, શિકાગોથી પરત લવાશે. 7મી મેથી પહેલા સપ્તાહમાં 64 ફ્લાઇટ દ્વારા 15,000 ભારતીયોને સ્વદેશ પરત લવાશે. તેમાં યુએઇ, બ્રિટન, મલેશિયા, અમેરિકા, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ, સિંગાપોર, કુવૈત, સાઉદી અરબ, બહેરિન, ઓમાનથી 64 ફ્લાઇટનું આયોજન કરાયું છે.
એકલા યુએઇમાંથી બે લાખ ભારતીયોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જેઓ બેરોજગાર બન્યા છે અને જેમને મેડિકલ ઇમર્જન્સી છે તેવા લોકોને પ્રાથમિકતા અપાશે. વૃદ્ધો, ગંર્ભવતી મહિલાઓને પણ પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવાયો છે.
સરકારે ભારતીયોને પરત લાવવા ભારતીય નેવીના આઇએનએસ જલસ્વા, આઇએનએસ મગરને સોમવારે રાત્રે માલદિવ્સ માટે રવાના કરાયાં હતાં. જ્યારે આઇએનએસ શાર્દૂલને દુબઇ મોકલી અપાયું છે.