આંધ્રપ્રદેશના દરિયાકિનારે આવેલા શહેર વિશાખાપટ્ટનમમાં એક ફેકટરીમાંથી ઝેરી ગેસ લીક થતાં અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે હજારો લોકો તે ગેસની અસર હેઠળ છે.
માહિતી મુજબ જે કેમિકલ લીક થયું છે તે સ્ટીરીન છે જેને એથનીલબેન્જીન પણ કહેવાય છે. આ એક ઓર્ગેનિક કંપાઉન્ડ છે. આ એક સિન્થેટિક કેમિકલ છે જે રંગહીન લિક્વિડ તરીકે જોવાય છે. જો કે ઘણા સમયથી આ ગેસને રાખી મૂકવામાં આવે તો હલકા પીળા રંગનો દેખાય છે. હોમી ભાભા કેનસ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના પૂર્વ ડાયરેકટર ડૉકટર ડી રઘુનાથ રાવના મતે સ્ટીરીનનો ઉપયોગ મુખ્યત્વે પોલિસ્ટિરીન પ્લાસ્ટિક બનાવામાં કરાય છે.
આ ગેસની ઝપટમાં આવવાથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ખરાબ રીતે પ્રભાવિત થઇ શકે છે. સાંભળવાની ક્ષમતા પણ ખત્મ થઇ શકે છે અને મગજનું સંતુલન ખત્મ થઇ શકે છે. બહારના વાતાવરણમાં આવ્યા બાદ સ્ટીરીન ઓક્સિજનની સાથે સરળતાથી મિક્સ થઇ જાય છે. પરિણામ એ આવે કે હવામાં કાર્બન મોનો ઓક્સાઇડની માત્રા વધવા લાગે છે. તેના સંપર્કમાં આવ્યા બાદ લોકોના ફેંફસાં પર ખરાબ અસર પડે છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કેટલાંક ડૉકટર્સે કહ્યું કે સ્ટીરીન ન્યૂરો-ટૉક્સિન ગેસ છે, જેના સંપર્કમાં આવ્યા બાદ શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. તેનાથી 10 મિનિટની અંદર પ્રભાવિત વ્યક્તિનું મોત થઇ શકે છે.